ફૂડ ડિલિવરી એપ ઝોમેટોની મુશ્કેલીઓ ઘટવાનું નામ લઈ રહી નથી. તાજેતરમાં બંગાળના હાવડા જિલ્લામાં આવેલા આ એપના ડિલિવરી સ્ટાફે અનિશ્ચિત મુદ્દતની હડતાળની જાહેરાત કરી છે, કારણ કે તેમના પ્રમાણે ઝોમેટો તેમને બીફ અને પોર્ક જેવા ભોજન ડિલીવર કરવા માટે બાધ્ય કરી રહ્યું છે.
ફૂડ ડિલિવરીના એક્ઝિક્યૂટિવે બકરીઈદના પ્રસંગે બીફ અથવા પોર્ક યુક્ત ભોજનની ડિલિવરી કરવાનો સ્પષ્ટપણે ઈકાર કરી દીધો છે. આ તમામે સાથે જ બે માગણી પણ કરી છે કે તેમના પગારમાં વધારો કરવામાં આવે અને કંપની પોતાના કર્મચારીઓની ધાર્મિક આસ્થા સાથે રમત કરવાનું બંધ કરે. હડતાળ કરી રહેલા આ તમામ કર્મચારીઓએ પોતાના ઉચ્ચાધિકારીઓને આના સંદર્ભે જાણકારી આપી છે. પરંતુ તેમના તરફથી અત્યાર સુધી આના પર કોઈ જવાબ આપવામાં આવ્યો નથી.
ઝોમેટોના એક ફૂડ ડિલિવરી કર્મચારીનું કહેવું છે કે તાજેતરમાં કંપનીના એપ સાથે કેટલીક મુસ્લિમ રેસ્ટોરન્ટને પણ જોડવામાં આવી છે. પરંતુ અમારે ત્યાં ઓર્ડર ડિલિવરી કરનારા કેટલાક યુવકો હિંદુ સમુદાયમાંથી પણ આવે છે. આ તમામે બીફ ફૂડની ડિલિવરી કરવાનો ઈન્કાર કર્યો છે. સાંભળવામાં આવ્યું છે કે કેટલાક દિવસોમાં અમારે પોર્કની પણ ડિલિવરી આપવી પડશે. પરંતુ અમે તેની ડિલિવરી કરીશું નહીં. અમારે પગાર સંબંધિત સમસ્યાઓ સામે પણ ઝઝૂમવાનું હોય છે અને અમને યોગ્ય આરોગ્ય સુવિધાઓ પણ આપવામાં આવતી નથી.
આ કર્ચારીએ આગળ કહ્યુ છે કે આ તમામથી આપણી ભાઈચારાની ભાવનાને નુકસાન પહોંચી રહ્યું છે, કારણ કે અમને અમારી આસ્થાની વિરુદ્ધ જનારા ભોજનને સર્વ કરવા માટે બાધ્ય કરવામાં આવી રહ્યા છે. અમારી ધાર્મિક આસ્થાઓને ચોટ પહોંચી રહી છે. કંપનીને બધું ખબર છે, પરંતુ અમારી મદદ કરવાના સ્થાને તે અમારી ઉપર જ ખોટા આરોપ લગાવી રહી છે.
એક અન્ય કર્મચારીએ કહ્યુ છે કે એક હિંદુ હોવાના નાતે મને મુસ્લિમ ભાઈઓ સાથે કામ કરવામાં કોઈ વાંધો નથી. પરંતુ ઝોમેટો જે રેસ્ટોરન્ટ સાથે સમજૂતી કરી છે,તે અમારી ઈચ્છા વિરુદ્ધ કરવામાં આવી છે. આ નિર્ણયથી અમારા મુસ્લિમ ભાઈ પણ બેહદ નાખુશ છે. આ કંપની અમારી આસ્થાઓ સાથે રમત કરી રહી છે. અમે આને રોકવા ચાહીએ છીએ. માટે અમે સોમવારથી અમારી તમામ સેવાઓ રોકી રહ્યા છીએ.
ફૂડ ડિલિવરી સ્ટાફની આ ફરિયાદોમાંથી સ્પષ્ટ છે કે ભોજનનો ધર્મ હોતો નથી. જો બીજા શબ્દોમાં કહીએ, તો આપણા ખાવા-પીવાની આદત, ભોજનની પસંદ આપણી ધાર્મિક ભાવનાઓ અને આપણી વ્યક્તિગત આસ્થા જ નક્કી કરે છે.
હવે સોશયલ મીડિયા પર ઝોમેટોનો બોયકોટ કરવાની માગી તેજ થઈ છે, તેની સાથે જ ઝોમેટોની ખૂબ ટીકા પણ થઈ રહી છે.
મતલબ એ કહેવું ખોટું નહીં હોય કે આ ઘટનાએ ઝોમેટોની હિપોક્રસીને સૌની સામે ઉજાગર કરી દીધી છે. તાજેતરમાં જ્યારે એક ગ્રાહકે પોતાનો ઓર્ડર એટલા માટે રદ્દ કર્યો, કારણ કે તેને ડિલિવરી કરવા માટે એક મુસ્લિમ યુવક આવ્યો હતો. તો ઝોમેટોએ નૈતિકતાની દુહાઈ આપતા કહ્યું હતું કે ભોજનનો કોઈ ધર્મ હોતો નથી. તેની સાથે ઝોમેટોએ ભોજનનો કોઈ ધર્મ હોતો નથી- તેવું એક અભિયાન પણ શરૂ કર્યું હતું. ખુદ ઝોમેટોના સંસ્થાપક દીપેન્દ્ર ગોયલે આ વિવાદમાં પોતાનો અભિપ્રાય રજૂ કરતા કહ્યુ હતુ કે અમે બારતના વિચારો અને અમારા ગ્રાહકો-પાર્ટનરોની વિવિધતા પર ગર્વ કરીએ છીએ. અમારા આ મૂલ્યોના કારણે જો બિઝનસને કોપણ પ્રકારનું નુકસાન થાય છે, તો અમને તેના માટે દુખ નહીં થાય.
તે સમયે પણ સોશયલ મીડિયા યૂઝર્સે ઝોમેટોની આ ટીપ્પણીને કટઘરામાં ઉભી કરી હતી. તેના પછી એક સ્ક્રીનશોટ સામે આવ્યો, જેમાં ઝોમેટોના આ બેવડા માપદંડોની પોલ ખોલી નાખી હતી. આ સ્ક્રીનશોટ પ્રમાણે, ઝોમેટોએ એક અન્ય વ્યક્તિની માત્ર એટલા માટે માફી માંગી, કારણ કે તેને હલાલ સર્ટિફાઈડ ભોજન મળ્યું ન હતું. તે સમયે ઝોમેટોએ આ યૂઝરને ભોજનની ધર્મનિરપેક્ષતાનું લેક્ચર પણ આપ્યું નથી. આ હિપોક્રસીની પાછળ ઝોમેટોને સોશયલ મીડિયા યૂઝર્સે ઘણી ખરીખોટી પણ સંભળાવી હતી.
હવે ઝોમેટો કહે છે કે ભોજનનો કોઈ ધર્મ હોતો નથી, જ્યારે આ નિવેદનનું શીર્ષક છે- ભોજન, ધર્મ અને હલાલ. અમે એક આર્ટિકલમાં ઝોમેટોની હિપોક્રસીને ઉજાગર પણ થઈ હતી કે કેવી રીતે ઝોમેટો પર વિશેષ તહેવાર પર જૈન ભોજન અને નવરાત્રિની થાળીઓ માટે વિશેષ ટેગ પણ હોય છે.
તેવામાં ઝોમેટોની હિપોક્રસીને હાવડાના સ્ટાફે પોતાની અનિશ્ચિતકાલિન હડતાળ દ્વારા ઉજાગર કરી દીધી છે. કંઈ હોય કે ન હોય, પરંતુ આ ઘટનાથી એક વાતનો નક્કી થઈ ગઈ છે કે ભોજનનો પણ ધર્મ હોય છે, અને ઝોમેટોને આની સાથે રમત કરવાની મોટી કિંમત ચુકવવી પડે તેવી શક્યતા છે.