Site icon hindi.revoi.in

ચંદ્રાબાબુ નાયડુના સગાંએ ખરીદી 500 એકર જમીન, YSRCPએ લગાવ્યો ભ્રષ્ટાચારનો આરોપ

Social Share

આંધ્રપ્રદેશમાં સત્તારુઢ વાઈએસઆર કોંગ્રેસ અને વિપક્ષી પાર્ટી ટીડીપી વચ્ચે રાજકીય ઉથલ-પાથલનો નવો તબક્કો શરૂ થયો છે. વાઈએસઆર કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે ટીડીપીના અધ્યક્ષ ચંદ્રાબાબુ નાયડુના નજીકના સગા અને ટીડીપીના ધારાસભ્ય નંદમુરી બાલકૃષ્ણે અમરાવતીમાં 500 એકર જમીન ખરીદી છે. અમરાવતી આંધ્રપ્રદેશની નવી પ્રસ્તાવિત રાજધાની છે. અહીં મોટા પ્રમાણમાં વિકાસ કાર્યો ચાલી રહ્યા છે. વાઈએસઆર કોંગ્રેસનું કહેવું છે કે જ્યારે રાજ્યમાં ચંદ્રબાબુ નાયડુની સરકાર હતી અને અમરાવતીને રાજધાની બનાવવાની ઘોષણા થઈ ન હતી, તેના પહેલાથી 500 એકર જમીનની આ ડીલ થઈ હતી.

વાઈએસઆર કોંગ્રેસનો આરોપ છે કે રાજ્યની પુરોગામી ટીડીપી સરકાર સાથે મળીને આ લેન્ડ ડીલને પાર પાડવામાં આવી છે. આંધ્રપ્રદેશના હાલના મુખ્યપ્રધાન જગનમોહન રેડ્ડી હવે આ મામલાની તપાસ કરાવવાના છે. રિપોર્ટ પ્રમાણે આ મામલામાં રાજ્ય સરકાર કાયદાકીય કાર્યવાહી શરૂ કરવા જઈ રહી છે.

અમરાવતીને રાજધાની જાહેર કર્યા બાદ વાઈએસઆર કોંગ્રેસ અહીં મોટા પ્રમાણમાં લેન્ડ ડીલમાં ભ્રષ્ટાચારનો આરોપ લગાવી રહી છે. જગનમોહને ઈનસાઈડર ટ્રેડિંગનો આરોપ લગાવતા કહ્યુ છેકે ચંદ્રાબાબુ નાયડુએ પોતાના સગાને ફાયદો પહોંચાડયો છે. સૂત્રોનું કહેવું છે કે હાલની સરકાર રાજધાની ક્ષેત્ર ઘોષિત કરવાના નિર્ણયની તપાસ કરશે. તેના સિવાય ઈનસાઈડર ટ્રેડિંગના આરોપોની પણ તપાસ કરાવશે.

ચંદ્રાબાબુ નાયડુના પુત્ર નારા લોકેશે રાજ્ય સરકાર પર નિશાન સાધ્યું છે અને કહ્યુ છે કે જગનમોહન રેડ્ડીમાં હિંમત છે, તો આરોપ સાબિત કરી દેખાડે. નારા લોકેશે કહ્યુ છે કે વાઈએસઆર કોંગ્રેસ સત્તામાં આવવા છતાં વિપક્ષ જેવો વ્યવહાર કરી રહી છે. નારા લોકેશે કહ્યુ છે કે સરકાર આવા ખોટા આરોપ લગાવી રહી છે, જેનાથી અમરાવતીની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચી છે, કે જેને ચંદ્રાબાબુ નાયડુએ ખૂબ મહેનતથી તૈયાર કરી છે.

Exit mobile version