Site icon Revoi.in

YouTube એ ટિકટોક જેવી શોર્ટ વીડિયો મેકિંગ એપ શરૂ કરી

Social Share

ભારતમાં ટિકટોકના બેન થયા બાદ ઘણી શોર્ટ વીડીયો મેકિંગ એપ લોન્ચ થઇ રહી છે. ગુગલની માલિકીની પ્લેટફોર્મ યુટ્યુબે પણ ટિકટોક જેવી શોર્ટ વીડિયો મેકિંગ પ્લેટફોર્મ Shorts ને ભારતમાં લોન્ચ કરી દીધી છે. યુટ્યુબના શોર્ટ પ્લેટફોર્મ પર ટિકટોક જેવા નાના –નાના વીડીયો બનાવી શકાય છે. તેનું એડીટીંગ કરીને તમે યુટ્યુબ લાઇસન્સવાળા ગીતો ઉમેરી શકો છો. થોડા સમય પહેલા ફેસબુકની ફોટો શેરિંગ એપ્લિકેશન ઇન્સ્ટાગ્રામ એ તેના પ્લેટફોર્મ પર ઇન્સ્ટાગ્રામ રીલ્સ શરૂ કરી હતી, જેને યુઝર્સ ખુબ જ પસંદ કરી રહ્યા છે.

યુટ્યુબે એક બ્લોગ પોસ્ટમાં કહ્યું કે યુટ્યુબ ઘણા સમયથી Shorts વીડીયો એપ પર કામ કરી રહ્યું છે. પરંતુ, હવે કંપનીએ તેને સત્તાવાર રીતે લોન્ચ કર્યું છે. રિપોર્ટ મુજબ, આ સેવા ભારતીય યુઝર્સ માટે પહેલા ઉપલબ્ધ થશે. ટિકટોકની જેમ, યુટ્યુબના આ શોર્ટ પ્લેટફોર્મ પર નાના – નાના વીડીયો બનાવી શકાય છે.તેને એડીટીંગ કરીને તમે યુટ્યુબ લાઇસન્સવાળા ગીતો ઉમેરી શકો છો. યુટ્યુબે કહ્યું કે તે આવતા મહિનામાં એપમાં વધુ ફીચર્સ જોડવાની સાથો-સાથે અન્ય દેશોમાં યુઝર્સને જોડાશે.

ભારત સરકાર દ્વારા 29 જૂને ટિકટોક સહિત 59 ચીની એપ્લિકેશનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. બેન થયા બાદ જ ટિકટોક જેવી ઘણી એપ્સ ભારતમાં રોપોસો, ચિંગારી, જોશ અને મોજ લોન્ચ કરવામાં આવી છે. જેમ ટિકટોકમાં ઓડિયો અને ગીત પસંદ કરવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે, તેવી જ રીતે યુટ્યુબ Shorts માં સૌથી મોટી સુવિધા એ હશે કે આ લીસ્ટમાં લાઇસન્સવાળા ગીતો પહેલાથી હાજર હશે.

ટિકટોક એ ભારતમાં ખૂબ જ લોકપ્રિય શોર્ટ વીડીયો એપ હતી. ભારતમાં આ વીડિયો એપ્લિકેશનના આશરે 200 કરોડ યુઝર્સ હતા. તો બીજી તરફ, યુટ્યુબના ભારતમાં એક્ટિવ યુઝર્સની સંખ્યા 308 કરોડ છે. અગાઉ ફેસબુક વતી ટિકટોકની ટક્કરમાં ઇન્સ્ટાગ્રામનું રીલ્સ ફીચર લાવવામાં આવ્યું હતું. જો કે, ટિકટોકની જેમ ઇન્સ્ટાગ્રામનું રીલ્સ ફીચર પણ ભારતમાં લોકપ્રિય થઈ શક્યું નહીં.

_Devanshi