Site icon Revoi.in

મહિલાઓ વિરુદ્ધ થતા ગુનાઓ પર સખ્ત બની યોગી સરકાર, અપરાધીઓ વિરુદ્ધ થશે કડક કાર્યવાહી

Social Share

દિલ્લી: ઉતરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મહિલાઓની સુરક્ષાને લઈને મોટો આદેશ જારી કર્યો છે. યોગી સરકારે મહિલાઓ સાથેના ગુનાના અપરાધીઓને પકડવા તૈયારી કરી રહી છે. છેડતી કરનારા અને અપરાધીઓ સામે કડક કાર્યવાહી કરવા માટે સીએમ યોગીએ ઓપરેશન દુરાચારી શરૂ કરી દીધી છે.

આ અંતર્ગત મહિલાઓ વિરુદ્ધ કોઈપણ પ્રકારનો ગુનો કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને મહિલા પોલીસ કર્મચારી દ્વારા દુષ્કર્મ કરનારાઓને દંડિત કરવામાં આવશે. આ અપરાધીઓને મહિલા પોલીસ કર્મચારી જ સજા આપશે.

આ ઓપરેશનનો ઉદ્દેશ મહિલાઓ અને બાળકીઓ સાથે કોઈ પણ પ્રકારની ઘટનામાં અંજામ આપનારને સમાજ ઓળખે. તેથી આવા લોકોના પોસ્ટર શહેરમાં લાગવવામાં આવશે. ઓપરેશન દુરાચારી અંતર્ગત મુખ્યમંત્રીએ ચેડાં કરનારા સામે કડક કાર્યવાહી કરવા અધિકારીઓને સૂચના આપી છે.

સીએમ યોગીએ લોકોને અપીલ કરી છે કે તેઓ આવા અપરાધીઓને અને દુષ્કર્મ કરનારાઓના નામ પણ જાહેર કરે.

યોગી સરકારે નાગરિકતા સુધારો અધિનિયમ સામેની હિંસા દરમિયાન પણ આવી જ કાર્યવાહી કરી હતી. આ અંતર્ગત સરકારની સંપત્તિને નુકસાન પહોંચાડનારા લોકોના પોસ્ટરો રસ્તાઓ પર લગાવાયા હતા.

_Devanshi