Site icon hindi.revoi.in

યોગી સરકાર 22 ફેબ્રુઆરીના રોજ બજેટ રજૂ કરશે

Social Share

ઉત્તરપ્રદેશ વિધાનસભાના બજેટ સત્રની તૈયારીઓ તીવ્ર થઈ ગઈ છે. યોગી સરકાર આ વખતે 22 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરશે. યોગી સરકારના કાર્યકાળનું આ છેલ્લું પૂર્ણ બજેટ હશે.ઉત્તરપ્રદેશ વિધાનસભાનું સત્ર 18 ફેબ્રુઆરીથી શરૂ થવા જઈ રહ્યું છે,એવામાં દરેકની નજર યોગી સરકારના બજેટ પર છે

નોંધપાત્ર વાત એ છે કે, હવે યુપી ચૂંટણીના વર્ષમાં પ્રવેશ કરવા જઇ રહ્યું છે.એવામાં દરેકની નજર યુપી સરકાર આ વખતેના બજેટ પર છે.

આ વખતે યુપી સરકાર બજેટના કદમાં વધારો કરી શકે છે. અને તે લગભગ સાડા પાંચ લાખ કરોડ રૂપિયા હોઈ શકે છે. યોગી સરકારનું અગાઉનું બજેટ આશરે 5 લાખ 12 હજાર કરોડ રૂપિયા હતું.

તમામ ધારાસભ્યોની કોરોના ટેસ્ટ પણ વિધાનસભા સત્ર પહેલા થવાની છે. બધા ધારાસભ્યોએ 14 થી 17 ફેબ્રુઆરી સુધી કોરોનાની તપાસ કરાવી પડશે.

નેગેટીવ થયા પછી જ સભ્ય વિધાનસભાની કાર્યવાહીમાં ભાગ લઈ શકે છે. વિધાનસભા સિવાય વિધાનસભાનું સત્ર પણ 28 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહ્યું છે,એવામાં ધારાસભ્યના સભ્યોની પણ તપાસ કરવામાં આવશે.

-દેવાંશી

Exit mobile version