Site icon hindi.revoi.in

Yahoo Groups 15 ડિસેમ્બરથી બંધ થશે, જો તમે તેનો ઉપયોગ કરો છો તો જલ્દીથી બીજા અકાઉન્ટ પર ડેટા કરી લ્યો ટ્રાન્સફર

Social Share

અમદાવાદ: છેલ્લા ઘણા વર્ષોથી વપરાશમાં સતત ઘટાડોનો સામનો કરી રહેલ યાહૂએ 15 ડિસેમ્બરથી Yahoo Groups ને બંધ કરવાનો નિર્ણય કર્યો છે. 2017માં યાહુને ખરીદનારા વેરીજોને મંગળવારે આ નિર્ણયની ઘોષણા કરી. યાહૂ વેબ પર તેના સમયનો સૌથી મોટો મેસેજ બોર્ડ સિસ્ટમ રહ્યું છે, જે હવે આ વર્ષના અંતમાં તેની યાત્રા સમાપ્ત કરવા જઈ રહી છે.

કંપનીએ વેબસાઇટ પર જાહેર કર્યો સંદેશ

કંપનીએ તેની વેબસાઇટ પર જારી કરેલા એક સંદેશમાં કહ્યું કે, Yahoo Groups છેલ્લા ઘણા સમયથી વપરાશમાં સતત ઘટાડોનો સામનો કરી રહ્યું છે. તે જ સમયગાળામાં અમે એ પણ જોયું કે ગ્રાહકો પ્રીમિયમ અને વિશ્વસનીય સામગ્રી ઇચ્છે છે. જોકે, આવા નિર્ણયો લેવાનું ક્યારેય સરળ નથી. પરંતુ, આપણે કેટલીક વખત એવા ઉત્પાદનો વિશે મુશ્કેલ નિર્ણયો લેવા જોઈએ જે આપણી લાંબા ગાળાની વ્યૂહરચના માટે યોગ્ય છે. હવે અમે ધંધાના અન્ય ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરીશું.

2001માં શરૂ થઇ હતી સર્વિસ

Yahoo Groups સર્વિસ 2001માં શરૂ કરવામાં આવી હતી અને તે રેડીટ, ગુગલ ગ્રુપ્સ અને ફેસબુક ગ્રુપ્સની વિરુધ્ધ મજબૂત રીતે ઉભી રહી શકી નહીં. 12 ઓક્ટોબરથી નવા ગ્રુપ બનાવી શકાશે નહીં અને 15 ડિસેમ્બર બાદ લોકો Yahoo Groups દ્વારા મેઇલ મોકલવા અથવા પ્રાપ્ત કરી શકશે નહીં. વેબસાઇટ પણ ઉપલબ્ધ રહેશે નહીં. જો કે યાહૂ મેઇલ પહેલાની જેમ કાર્ય કરવાનું શરૂ રાખશે.

મેઇલ મોકલવા અને પ્રાપ્ત કરવાનું રહેશે બંધ

કંપનીએ કહ્યું,”તમારા દ્વારા મોકલવામાં આવેલા અને પ્રાપ્ત કરવામાં આવેલા ઇમેઇલ તમારા ઇમેઇલમાં રહેશે.પરંતુ 15 ડિસેમ્બરથી ગ્રુપ મેમ્બરને મેઇલ મોકલવા અને પ્રાપ્ત કરવાનું શક્ય બનશે નહીં.” 2017માં અમેરિકી વાયરલેસ કમ્યુનિકેશન સર્વિસ પ્રોવાઇડર વેરીજોને યાહૂના ઇન્ટરનેટ બિઝનેસને 4.8 બિલિયન ડોલરમાં ખરીદ્યો હતો.

_Devanshi

Exit mobile version