વિશ્વભરમાં કોરોના સંકટ વચ્ચે વિશ્વ હેપેટાઇટિસ દિવસ મનાવવામાં આવી રહ્યો છે. આ મહામારી વચ્ચે આ વર્ષે મોટાભાગના વર્ચુઅલ કાર્યક્રમ થઈ રહ્યા છે. હેપેટાઇટિસ એ એક ખતરનાક બીમારી છે જેમાં ચેપને લીધે લીવરમાં સોજો આવે છે અને તેનાથી લીવરનું કાર્ય પ્રભાવિત થાય છે. લીવર એ આપણા શરીરનું એક મહત્વપૂર્ણ અંગ છે જે ખોરાકને પચાવવામાં તેમજ લોહીમાંથી ઝેરને સાફ કરવામાં ભૂમિકા ભજવે છે. હેપેટાઇટિસની જાગૃતિ માટે દર વર્ષે 28 જુલાઇએ હેપેટાઇટિસ ડે મનાવવામાં આવે છે. આ વખતે હેપેટાઇટિસ ડેની થીમ ‘હેપેટાઇટિસ ફ્રી ફ્યુચર’ તરીકે રાખવામાં આવી છે.
આ બિમારીથી લીવર સંક્રમિત થઈ જાય છે અને લીવરમાં બળતરાનું કારણ બને છે. કેટલાક લોકોનું લીવર કામ કરવાનું બંધ કરી દે છે અને ગંભીર સ્થિતિમાં મોત પણ થઈ જાય છે. નિષ્ણાંતના જણાવ્યા મુજબ, હેપેટાઇટિસ એ પણ એક વાયરલ રોગ છે એટલે કે આ બીમારી વાયરસના કારણે પણ થાય છે.
ડો.સિંહે આ પાંચ વાયરસને આ રોગ માટે જવાબદાર ગણાવી. આ વાયરસના આધારે હેપેટાઇટિસને એ, બી, સી, ડી અને ઇમાં રાખવામાં આવી છે. હેપેટાઇટિસ બી અને સી નું સંક્રમણ ઘણા વર્ષોથી શરીરમાં શાંત રહે છે, જેના કારણે ક્રોનિક હેપેટાઇટિસ થવાનું જોખમ રહેલું છે. દર્દીને લીવરની નિષ્ફળતા અને કેટલીક વાર લીવરના કેન્સરનો સામનો કરવો પડે છે.
શરૂઆતમાં હેપેટાઇટિસના લક્ષણો સમજી શકતા નથી, પરંતુ થોડા દિવસો પછી આ લક્ષણો જાહેર થાય છે:
- હંમેશા થાક અનુભવવો
- ભૂખ ન લાગવી અને પેટનો દુખાવો
- માથાનો દુખાવો અને ચક્કર આવવા
- યુરીન પીળો થવો
નિષ્ણાતો વાયરલ હેપેટાઇટિસને વધુ ગંભીરતાથી લેવાની વાત કરે છે. હેપેટાઇટિસ એ કોરોના સંક્રમણ કરતાં ઘણી વખત જીવલેણ બીમારી છે. પાકિસ્તાનમાં પણ આ રોગને કારણે ઘણાં લોકોનાં મોત થયાં છે. આના બચાવ માટે વેક્સિન આવે છે.
_Devanshi