Site icon hindi.revoi.in

વિશ્વ નારિયેળ દિવસ : નારિયેળ પાણી સ્વાસ્થ્ય માટે વરદાનરૂપ અને તેના અનેક ફાયદાઓ

Social Share

મુંબઈ: વિશ્વ નારિયેળ દિવસ દર વર્ષે 2 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો હેતુ નારિયેળની ખેતી અને ઉત્પાદકતાને પ્રોત્સાહન આપવાનો છે. નારિયેળને સ્વાસ્થ્ય માટે વરદાનરૂપ માનવામાં આવે છે. જો તમે નારિયેળ પાણીની વાત કરો તો તેનો ઉપયોગ માત્ર સુંદરતા માટે જ નહીં, સ્વાસ્થ્ય માટે પણ નારિયેળ પાણી ખૂબ ફાયદાકારક છે. ચાલો આપણે જાણીએ નારિયેળ પાણીના કેટલાક સોંદર્ય અને સેહતથી જોડાયેલા લાભો વિશે.

હાઈ બ્લડ પ્રેશર કંટ્રોલ કરવામાં મદદરૂપ

જે લોકોને વારંવાર હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા રહે છે, તેઓએ તેમની ડાયટમાં ચોક્કસપણે નારિયેળ પાણીને સામેલ કરવું જોઇએ. નારિયેળ પાણીમાં રહેલા વિટામિન સી, મેગ્નેશિયમ અને પોટેશિયમને લીધે વ્યક્તિનું બ્લડ પ્રેશર નોર્મલ રહે છે.

વજન ઘટાડવામાં ફાયદાકારક

વજન ઓછું કરવા ઇચ્છતાં લોકોએ તેમની ડાયટમાં નારિયેળ પાણીને જરૂરથી સામેલ કરવું જોઈએ. નારિયેળ પાણીની માત્રા ઓછી કેલરી હોવાને કારણે જંક ફૂડ ખાવાની તૃષ્ણા ખૂબ ઓછી થાય છે.

ત્વચા માટે ફાયદાકારક

નારિયેળ પાણી ફક્ત આરોગ્ય માટે જ નહીં, પરંતુ ત્વચાને સુંદર બનાવવા માટે પણ ફેમસ છે. જે લોકો ચહેરા પર ખીલની સમસ્યાથી પરેશાન છે, તેઓએ રાતે ચહેરા પર નારિયેળ પાણી લગાવવું જોઈએ અને સવારે ચહેરો ધોવો જોઈએ. આ કરવાથી તમે ખીલની સમસ્યાથી છૂટકારો મેળવી શકો છો.

શરીરને હાઇડ્રેટ કરે છે

દરરોજ નારિયેળનું પાણી પીવાથી શરીર હાઇડ્રેટ રહે છે.અને સાથે શરીરમાં ગ્લુકોઝનું સ્તર પણ નોર્મલ રહે છે.

ઇમ્યુન સિસ્ટમને સારી બનાવે છે

નારિયેળ પાણીમાં હાજર એન્ટીઓકિસડેન્ટસ, અમીનો-એસિડ, બી-કોમ્પ્લેકસ વિટામિન અને વિટામિન-સી ઇમ્યુન સિસ્ટમને સારી બનાવે છે.

નસ્કોરીમાં લાભ

ઉનાળામાં લોકો ઘણીવાર આ સમસ્યા અનુભવે છે. એવામાં નિયમિતપણે કાચું નારિયેળ પાણી લેવાથી નાકમાંથી લોહી નીકળવામાં રાહત મળે છે.

હિચક

કાચા નારિયેળ પાણી પીવાથી હિચકી બંધ થાય છે. આ ઉપરાંત ઉલ્ટી, પેટનો ગેસ અને પેટની પીડામાં પણ ફાયદાકારક છે.

_Devanshi

Exit mobile version