- 21 સપ્ટેમ્બર એટલે વિશ્વ અલ્ઝાઇમર દિવસ
- મગજને અસર કરતી સૌથી સામાન્ય બીમારી એ અલ્ઝાઇમર છે.
- અલ્ઝાઇમરમાં ભૂલવાની બીમારી થવા લાગે છે
સમગ્ર દુનિયામાં 21 સપ્ટેમ્બરને વિશ્વ અલ્ઝાઇમર દિવસ તરીકે મનાવે છે. આ દિવસ ખાસ અલ્ઝાઇમરથી પીડિત લોકોમાં જાગૃતિ લાવવા માટે મનાવવામાં આવે છે, જેથી લોકો આ બીમારી વિશે અને કેટલીક સારી વાતોની પણ જાણ થઇ શકે. આ બીમારીમાં દર્દી વસ્તુઓને ભૂલી જાય છે. જેમકે, કોઈ જગ્યા પર કંઇક વસ્તુ રાખીને ભૂલી જવું, થોડા સમય પહેલાંની વાતને ભૂલી જવી. વૃદ્ધ લોકો આ બીમારીનો વધુ શિકાર બંને છે, પરંતુ આજના સમયમાં યુવાનો પણ તેનો શિકાર બની રહ્યા છે. થોડા વર્ષોમાં આ બીમારીના દર્દીઓમાં વધારો જોવા મળ્યો છે.
અલ્ઝાઇમરના કારણો
અત્યાર સુધી એવું જોવા મળ્યું છે કે આ બીમારી મોટાભાગે 60 વર્ષથી ઉપરના લોકોમાં જોવા મળે છે, એવું માનવામાં આવે છે કે મગજના કોષો સંકોચાતા હોવાથી આવું થાય છે, જેના કારણે ન્યુરોન્સની અંદર કેટલાક કેમિકલ્સ ઘટવાનું શરૂ કરે છે. આ સિવાય માથામાં ઈજા, વાયરલ ઇન્ફેક્શન અને સ્ટ્રોકમાં પણ અલ્ઝાઇમરની સ્થિતિનું કારણ બની શકે છે.
અલ્ઝાઇમરનાં લક્ષણો
- રાતે નિંદ્રા ન આવવી
- વસ્તુઓ ખૂબ જ જલ્દીથી ભૂલી જવી
- આંખોની રોશની ઓછી થવા લાગવી
- નાના-નાના કામોમાં પણ પરેશાની થવી
- તમારા પરિવારના સભ્યોને ન ઓળખી શકવા
- કઈ પણ યાદ રાખવા, વિચારવાની અને નિર્ણય લેવાની ક્ષમતા પર અસર થવી
- ડીપ્રેશનમાં રહેવું તેમજ ડર લાગવો
અલ્ઝાઇમરનો ઈલાજ
મગજના કોષોમાં કેમિકલ્સની માત્રાને સંતુલિત કરવા માટે દવાઓનો ઉપયોગ થાય છે. દવાઓના સેવનથી દર્દીઓની યાદશક્તિ અને સમજણને સુધારી શકે છે. જેટલી વહેલી તકે દવાઓ શરૂ કરવામાં આવે એટલી જ વધુ ફાયદાકારક છે. દવાઓની સાથો સાથ દર્દીઓ અને તેમના પરિવારોને પણ પરામર્શની જરૂર છે.
અલ્ઝાઇમરથી બચાવ
- આ બીમારીથી બચવા માટે નિયમિતરૂપે વ્યાયામ કરવાની સાથે પોષક તત્વોથી ભરપુર ડાયટ લેવી જોઈએ.
- લોકો સાથે હળવું-મળવું જોઈએ, જેથી ડીપ્રેશન ન આવે.
- ઘરના લોકોએ સંપર્કમાં રહેવું જોઈએ જેથી તેમના ચહેરા ઓળખવામાં કોઈ તકલીફ ન પડે.
- જો તમારા ઘરમાં પહેલેથી જ કોઈને આ બીમારી છે, તો તમારે પહેલા તેના પર જ ધ્યાન આપવું જોઈએ.
- લર્નિંગ પાવરને મજબૂત બનાવવી જોઈએ, જેમ કે પુસ્તકો વાંચવી, મિત્રો અને પરિવાર સાથે સમય વિતાવવો વગેરે.
- ડીપ્રેશનથી દૂર રહેવા માટે તમારું મનપસંદ સંગીત પણ સાંભળી શકો છો.
_Devanshi