- 1 ડીસેમ્બરના રોજ વિશ્વ એઇડ્સ દિવસ તરીકે ઉજવવામાં આવે છે
- અમેરિકી રાષ્ટ્રપતિએ 1995માં વિશ્વ એઇડ્સ દિવસ માટે કરી હતી સતાવાર ધોષણા
- 1986માં ભારતમાં એઇડ્સનો પહેલો કેસ આવ્યો સામે
દર વર્ષે વિશ્વ એઇડ્સ દિવસ સમગ્ર દુનિયામાં 1 ડીસેમ્બરના રોજ મનાવવામાં આવે છે. પ્રત્યે લોકોને એઇડ્સ વિશે જાગૃત કરવા માટે વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી કરવામાં આવે છે. એઇડ્સ હયુમન ઈમ્યુનો ડેફીશિયેંસી વાયરસના સંક્રમણના કારણે થનારી એક મહામારીની બીમારી છે. સયુંકત રાજ્ય અમેરિકાના રાષ્ટ્રપતિએ વર્ષ 1995માં વિશ્વ એઇડ્સ દિવસ માટે એક સતાવાર ધોષણા કરી હતી, ત્યારબાદથી વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી સમગ્ર દુનિયામાં કરવામાં આવી રહી છે. એઇડ્સ એક એવી બીમારી છે, જે શરીરમાં સંક્રમણ સામે લડવાની ક્ષમતાને અસર કરે છે. આટલા વર્ષો પછી પણ એઇડ્સની અસરકારક સારવાર નથી. આ વખતેની થીમ એચ.આઈ.વી મહામારીને સમાપ્ત કરવાની છે. સ્થિતિસ્થાપકતા અને પ્રભાવ રાખવામાં આવી છે. જાણો તેનો ઇતિહાસ,લક્ષણો અને એઇડ્સ વિશેની અન્ય રસપ્રદ બાબતો.
પહેલો વિશ્વ એઇડ્સ દિવસ
વિશ્વ એઇડ્સ દિવસની પહેલીવાર કલ્પના 1987માં ઓગસ્ટ મહિનામાં થોમસ નેટર અને જેમ્સ ડબલ્યુ બન્ન દ્વારા કરવામાં આવી હતી. થોમસ નેટર અને જેમ્સ ડબલ્યુ બન્ન એ સ્વિટ્ઝલેન્ડના એઇડ્સ ગ્લોબલ કાર્યક્રમ માટે સાર્વજનિક સુચનાના અધિકારી હતા. તેમણે એઇડ્સ દિવસનો વિચાર ડો. જોનનાથન મન્ન સાથે શેર કર્યો હતો. જેને આ વિચારને સ્વીકૃતિ આપી દીધી હતી અને વર્ષ 1988માં 1 ડિસેમ્બરને વિશ્વ એઇડ્સ દિવસ તરીકે ઉજવવાનું શરૂ કર્યું હતું. તેમના દ્વારા દર વર્ષે 1 ડિસેમ્બરને વિશ્વ એઇડ્સ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
કોંગોમાં આવ્યો હતો પહેલો કેસ
1959માં આફ્રિકાના કોંગોમાં એઇડ્સનો પહેલો કેસ સામે આવ્યો હતો, જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. જ્યારે તેના લોહીનું પરીક્ષણ કરવામાં આવ્યું ત્યારે પુષ્ટિ થઈ હતી કે, તેને એઇડ્સ છે. 1980ની શરૂઆતમાં આ બીમારી સામે આવી હતી, ત્યારબાદ આ બીમારીથી સમગ્ર વિશ્વના લાખો લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.
એઇડ્સને લગતી રસપ્રદ માહિતી
- એઇડ્સ પર પહેલી હોલીવુડ ફિલ્મનું નામ ‘એન્ડ બેન્ડ પ્લેન ઓન’ હતું.
- 900 નવા જન્મેલા બાળકો સમગ્ર દુનિયામાં દરરોજ એઇડ્સનો શિકાર બની રહ્યા છે.
- 1986માં ભારતમાં એઇડ્સનો પહેલો કેસ સામે આવ્યો હતો.
- 60 ડીગ્રી સેલ્સિયસથી ઉપર તાપમાન હોવા પર એચ.આઈ.વી ના વાયરસ મરી જાય છે.
એઇડ્સના લક્ષણો
એચ.આઈ.વી થી સંક્રમિત વ્યક્તિમાં આવા લક્ષણો જોવા મળે છે.જે નીચે મુજબ છે.
- ગળામાં ખરાશ
- રાત્રે પરસેવો વળવો
- વિસ્તૃત ગ્રંથીઓ
- વજનમાં ઘટાડો થવો
- તાવ આવવો
- ઠંડી લાગવી
- થાક
- નબળાઇ
- સાંધાનો દુખાવો
- સ્નાયુમાં દુખાવો
_Devanshi