- પીએમ મોદીએ યુવા પોલીસ અધિકારીઓનું સંબોધન કર્યુ
- ગૃહમંત્રી અમિતશાહએ પોલીસ અધિકારીઓને શુભકામના પાઠવી
- કાશ્મીર મુદ્દે પીએમ મોદીએ મહિલા પોલીસને મહત્વનું પરિબળ ગણાવ્યું
- જમ્મુમાં મહિલાઓ સાથે મહિલા પોલીસ જોડાઈને યુવાઓને ખોટી દીશામાં જતા અટકાવી શકશે
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ કહ્યું કે, મહિલા પોલીસ અધિકારીઓ જમ્મુ-કશ્મીરમાં બાળકોની માતાઓ સાથે જોડાઈ શકે છે.આ સાથે જ અહીના યુવાનોને ખો઼ટા માર્ગે ચઢતા અટકાવવામાં મહત્વની ભૂમિકા નિભાવી શકે છે,આ વાત પીએમ મોદીે ત્યારે કરી કે તેઓ જ્યારે, વિડિઓ કોન્ફોરન્સના માધ્યમથી સરદાર વલ્લભાભાઇ પટેલ રાષ્ટ્રીય પોલીસ અકેડમીમાં આઇપીએસ પ્રોબ્રેશનરોની વર્ષ 2018 બેંચને સંબોધિત કરી રહ્યા હતા.
કેન્દ્ર શાહિત પ્રદેશ જમ્મુ-કશ્મીરમાં આતંકવાદની વાતને લઈને પીએમ મોદીએ જણાવ્યું હતું કે,આપણે અહીંના યુવાઓને શરુઆતના તબક્કામાં જ ગલત રસ્તે ચઢતા રોકવાની જરુર છે. તેમણે જણાવ્યું હતું કે ,મહિલા પોલીસ અધિકારીઓ અહીની મહિલાો અને યુવાનોની માતાઓ સાથે સતત સંપર્કમાં રહીને સાથે જોડાઈને આ કાર્યને સારી રીતે કરી શકે,
આ સાથે જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ એ પણ શુક્રવારના રોજ 2018 બેંચના આપીએસ અધિકારીઓને શુભકામનાઓ પાઠવી હતી, તેમમે કહ્યું હતું કે, સેવા માટે તેમની પ્રતિબધ્ધતા યુવાનોને ભારતીય પોલીસ સેવામાં સામેલ થવા માટે પ્રેરણારુપ નિવડે છે,વધુમાં તેઓએ કહ્યું કે, પ્રધાનમંત્રીનું આ સંબોધન યુવા પોલીસ અધિકારીઓનું મનોબળ વધારશે.
સાહીન-