Site icon hindi.revoi.in

ઈદના દિવસે કાશ્મીરમાં આતંકવાદીઓની બર્બરતા, મહિલાની ગોળી મારીને હત્યા, એક યુવક ઘાયલ

Social Share

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં આતંકવાદીઓએ ઈદના દિવસે એક મહિલાની ગોળી મારીને હત્યા કરી છે. આ ગોળીબારમાં એક યુવક પણ ઘાયલ હોવાનું જણાવાય રહ્યું છે. હાલ તેને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો છે. જ્યાં તેની હાલત ગંભીર હોવાનું કહેવામાં આવે છે. આ ઘટના બાદ સુરક્ષાદળોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.

સૂત્રો મુજબ, કાકાપોરાના નારબલ ગામમાં આતંકવાદીઓએ બુધવારે સવારે નગેના બાનો નામની મહિલાની હત્યા કરી છે. ગોળીબારમાં મહિલાનું ઘટનાસ્થળે મોત નીપજ્યું છે. જ્યારે એક અન્ય નાગરીક મોહમ્મદ સુલ્તાન ઈજાગ્રસ્ત થયો છે. સુલ્તાનની હાલત ગંભીર બનેલી છે.

આ ઘટનાની માહિતી મેળવીને સુરક્ષાદળોની ટુકડી ઘટનાસ્થળ પર પહોંચી ચુકી છે. વિસ્તારને ઘેરીને સર્ચ ઓપરેશન ચલાવાય રહ્યું છે. પોલીસે મામલો નોંધ્યો છે. મહત્વપૂર્ણ છે કે સુરક્ષાદળોએ તાજેતરમાં પુલવામામાં ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા હતા.

પોલીસ અધિકારીએ જણાવ્યુ કે બુધવારે દિવંગત મોહમ્મદ યુસૂફ લોનની પત્ની નગેના ઘરમાં હતી, ત્યારે કેટલાક આતંકવાદીઓ અંદર ઘૂસી ગયા અને ગોળીઓ ચલાવવા લાગ્યા હતા. ઘટનામાં નગેના ગંભીરપણે ઈજાગ્રસ્ત થઈ હતી. તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં મહિલાને તબીબોએ મૃત ઘોષિત કરી દીધી હતી. મીડિયા અહેવાલો મુજબ, નગેનાના પતિ મોહમ્મદ યૂસુફ લોનને પણ 19 મે-2017ના રોજ આતંકવાદીઓએ ઠાર કર્યા હતા.

આ પહેલા સોમવારે રાત્રે શ્રીનગરના બહારી વિસ્તાર ખુનમોહના વતની મીર અહમદને આતંકવાદીઓએ ગોળી મારી દીધી હતી. તે સ્થાનિક મસ્જિદમાં નમાજ અદા કર્યા બાદ જેવો બહાર નીકળ્યો કે મસ્જિદથી થોડાક અંતરે બાઈક પર આવેલા બે યુવકોએ તેનો રસ્તો રોક્યો અને તાબડતોબ ગોળીઓ વરસાવી હતી.

મીડિયા રિપોર્ટ પ્રમાણે, સમીરના એક ભાઈ દક્ષિણ કાશ્મીરના સક્રિય આતંકવાદીઓમાંથી એક છે. પોલીસે સમીર અહમદની હત્યાની પુષ્ટિ કરતા જણાવ્યુ છે કે ઘટના વખતે અહીં હાજર કેટલાક લોકોની પૂછપરછ કરવામાં આવી છે. તેમની પાસેથી મળેલા પુરાવાના આધારે સઘન તલાશી અભિયાન ચલાવાય રહ્યું છે.

Exit mobile version