Site icon hindi.revoi.in

છેલ્લા 4 મહિનામાં 18 હજાર ટન કોરોના વેસ્ટ ઉત્પન્ન થયું – મહારાષ્ટ્રમાં સૌથી વધુ

Social Share

દેશભરમાં કોરોના મહામારી ચાલી રહી છે, કોરોનામાં ઘણું પ્લાસ્ટિક યૂઝ થયેલું જોવા છે, જેમાં હેન્ડ ગ્લોઝથી લઈને પીપીઈ કીટ, ટેસ્ટ કીટ વગેરેનો સમાવેશ થાય છે,જેનું વેસ્ટ ખુબ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યું છે.જેમાં છેલ્લા ચાર મહિનામાં 18 હજાર ટન કોવિડ -19 બાયોમેડિકલ વેસ્ટ ઉત્પન્ન થયું છે જેમાં મહારાષ્ટ્રનું વેસ્ટ સૌથી વધુ 3 હજાર 500 ટનથી વધુ જોવા છે.

સેન્ટ્રલ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (સીપીસીબી) ના ડેટા પરથી આ માહિતી મળી આવી છે. જડેમાં ખાલી સપ્ટેમ્બર મહિનામાં જ લગભગ 5 હજાર વધુ ટન કોવિડ -19 કચરો પેદા થયો હતો, જે કોઈ પણ એક મહિનાનો સૌથી વધુ છે.

રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ તરફથી મળેલા આકંડાઓ પ્રમાણે જૂનથી તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 18,006 ટન જેટલો કોરોના વાયરસ સંબંધિત બાયોમેડિકલ કચરો ઉત્પન્ન થયો છે. તેનો 198 યુનિટ દ્વારા નિકાલ કરવામાં આવી રહ્યો છે. કોવિડ -19 કચરામાં પી.પી.ઇ કીટ, માસ્ક, જૂતાના કવર, ગ્લોવ્ઝ, લોહીથી દૂષિત વસ્તુઓ, લોહીની થેલીઓ, સોય, સિરીંજ વગેરેનો સમાવેશ છે

આ માહિતી મુજબ, જૂનથી ચાર મહિના સુધીમાં મહારાષ્ટ્રમાં 3,587 ટન કચરો ઉત્પન્ન થયો

સાહીન-

Exit mobile version