Site icon hindi.revoi.in

53 વર્ષ વિપ્રોનું નેતૃત્વ કર્યા બાદ 30મી જુલાઈએ થશે રિટાયર, પુત્ર રિશદ બનશે ચેરમેન

Social Share

નવી દિલ્હી: વિપ્રોના ચેરમેન અઝીમ પ્રેમજીએ ગુરુવારે રિટાયરમેન્ટનું એલાન કર્યું છે. વિપ્રોએ ગુરુવારે જણાવ્યુ છે કે અઝીમ પ્રેમજી 30મી જુલાઈએ સેવાનિવૃત્ત થઈ જશે. પરંતુ તેઓ  નોન-એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટર અને ફાઉન્ડર ચેરમેન તરીકે બોર્ડમાં યથાવત રહેશે. અઝીમ પ્રેમજી 53 વર્ષથી વિપ્રોનું નેતૃત્વ કરી રહ્યા છે. તેઓ 73 વર્ષના છે.

અઝીમ પ્રેમજીના પુત્ર રિશદ પ્રેમજી એક્ઝિક્યૂટિવ ચેરમેનના પદની જવાબદારી સંભાળશે. 41 વર્ષીય રિશદ હાલ વિપ્રોના ચીફ સ્ટ્રેટજી ઓફિસર છે અને કંપનીના બોર્ડના મેમ્બર છે.

વિપ્રોએ એ જાણકારી આપી છે કે સીઈઓ અને એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટર આબિદ અલી નીમચવાલાનું પદ હવે સીઈઓ અને એમડીનું રહેશે. આ પરિવર્તન શેરધારકોની મંજૂરી બાદ 31 જુલાઈથી લાગુ કરવામાં આવશે.

Exit mobile version