Site icon hindi.revoi.in

રેડીયો મેસેજ ન મળતા વિંગ કમાન્ડર અભિનંદનનું લડાકૂ વિમાન PoK પહોંચ્યું હતુંઃરક્ષા મંત્રાલયનો ખુલાસો

Social Share

પુલવામા થયેલા આતંકી હુમલા પછી, ભારતીય વાયુસેનાએ જ્યારે પાકિસ્તાન સ્થિત બાલાકોટમાં ઘૂસીને એરસ્ટ્રાઈ કરી હતી , ત્યાર પછી પાકિસ્તાનમાંથી  વિમાનોને ભારતની સરહદે મોકલવામાં આવ્યા હતા. આ વિમાનનો પીછો ભારતીય વાયુસેના દ્વારા કરવામાં આવ્યો હતો.

આ વિમાનનો પીછો કરનારું એક ભારતીય લડાકૂ વિમાન પીઓકે તરફ પડી ગયું હતું.આ જ વિમાનમાં સવાર હતા વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન , જેઓને થોડાક જ સમયમાં પાકિસ્તાન દ્વારા ભારત પરત મોકલવામાં આવ્યા હતા. વિંગ કમાન્ડર અભિનંદનના વિમાન મિગ -21 સાથેની બનેલી આ ઘટનામાં, કંટ્રોલ રૂમમાંથી રેડિયો સંદેશાઓ મોકલવામાં આવ્યા હતા પરંતુ  તે સંદેશાઓ વિમાન સુધી પહોંચી શક્યા નહોતા.

વિમાનનો રેડિયો જામ થીઈ જવાના લીધે  કંટ્રોલરૂમ દ્વારા મોકલવામાં આવેલા સંદેશા વિંગ કમાન્ડર અભિનંદન સુધી પહોંચી શક્યા નહોતા. બાલાકોટ એરસ્ટ્રાઇક પછી, એરફોર્સના ઉપપ્રમુખે કેન્દ્ર સરકારને આ  વિશે સંપૂર્ણ વિગત રિપોર્ટ દ્વારા રજુ કરીને મોકલી હતો અને સમગ્ર આપરેશનને  વિગતવારમાં ક્યારે શું થયું હતું, અને કેવી રીતે થયું તેનો ઉલ્લેખ કર્યો હતો, સાથે-સાથે એમ પણ જણાવ્યું હતું કે, તે વાતનું ધ્યાન રાખવામાં આવશે કે ભવિષ્યમાં આ ઘટના ફરી ન બને.

તો હવે કેન્દ્ર સરકારે આ બાબતે એક મોટુ પગલું ભર્યું છે,રક્ષામંત્રાલય તરફથી એક પ્રપોઝલને મંજુરી આપવામાં આવી છે, જે હેઠળ રક્ષા અનુસંધાન અને વિકાસ સંગઠન દ્રારા એવું સોફ્ટેર બનાવવામાં આવશે કે, જેના હેઠળ લડાકૂ વિમાનમાં બેસેલા પાયલોટ અને ગ્રાઉન્ડ પર સ્થિત કંટ્રોલરમનો રેડિયો જામ નહી થાય.અને આવી દૂર્ઘટના ફરી નહી સર્જાય.

Exit mobile version