Site icon Revoi.in

10 વર્ષ બાદ Wikipedia ની ડિઝાઇનમાં થશે ફેરફાર

Social Share

દિલ્લી: મોટાભાગના લોકો કોઈ પણ વિષયની જાણકારી મેળવવા માટે વિકિપીડીયાનો ઉપયોગ કરે છે. આ પ્લેટફોર્મ છેલ્લા 20 વર્ષથી ઈન્ટરનેટ યુઝર્સની દિનચર્યાનો ભાગ રહ્યો છે. હવે 10 વર્ષ બાદ કંપની તેના ડેસ્કટોપ ડીઝાઇનમાં બદલાવ કરવા જઈ રહ્યા છે. જેથી લોકોને તેના કન્ટેન્ટને બ્રાઉઝ કરવામાં સરળતા મળી શકે. જોકે, નવો બદલાવ 2021 સુધીમાં લાગુ થશે.

વિકિપીડિયાને સંચાલિત કરનારી મૂળ કંપની વિકિપીડીયા ફાઉન્ડેશનને એક બ્લોગ પોસ્ટમાં જાહેરાત કરી છે કે, નવા લૂકમાં યુઝર્સને વિકિપીડીયા પર તેમની ભાષામાં પણ કન્ટેન્ટ વાંચવા મળશે.જો કન્ટેન્ટ બીજી ભાષામાં છે, જેને તમે સમજી શકતા નથી અને તમે તેને વાંચવા માંગો છો, તો ભાષાનું પરિવર્તન એક સરળ ક્લિક બટનની સાથે થઇ જશે.

નવી ડીઝાઇનમાં Table of Contents માટે એક મેનુ હશે, જેનાથી યુઝર્સને સંપૂર્ણ પેઈજ સ્ક્રોલ નહીં કરવું પડે. યુઝર્સ તેમના મનપસંદ કન્ટેન્ટને સીધા જઈને વાંચી શકશે.વિકિપીડીયા ઇન-સાઈટ સર્ચ ટૂલમાં સુધારાને પણ જોડી દેશે, જેથી અન્ય પૃષ્ઠોને શોધવામાં આસાની રહે અને દરેક વિકિપીડિયા પૃષ્ઠ પર તેને નાનું કરવા માટે લોકોને ફરીથી કોન્ફિગર કરવામાં આવશે.

પેઈજની ડાબી બાજુએ મેનૂને સંક્ષિપ્ત કરવા, અપ્રાસંગિક સામગ્રીને સ્ક્રીનની ડાબી બાજુ અને લિંકને સીમિત કરવા માટેની મંજુરી આપશે જેથી,ધ્યાન કેન્દ્રિત કરવું સરળ બની શકે.

_Devanshi