Site icon hindi.revoi.in

પત્ની હસીન જહાનો આરોપ-શમીના ધણી યુવતીઓ સાથે છે અવૈધ સંબંધ

Social Share

મોહમ્મદ શમી સામે ધરપકડ વોરંટ કાઢ્યા પછી તેની પત્ની હસીન જહાંએ પોતાની ગૃહસ્થી બચાવવાની વાત કરી હતી અને પોતાના લગ્ન જીવનને બીજી તક આપવાની વાત કહી હતી.

વેસ્ટઈંડીઝની મુલાકાત પર ગયેલા ભારતના બોલર મોહમ્મદ શમીની આફતો વધી રહી છે,વેસ્ટ બંગાળની અલીપુર કોર્ટે શમી અને તેના ભાઈ સામે ધરપકડનું વોરંટ જારી કર્યું છે, શમી હાલ વેસ્ટઈંડીઝની મુલાકાતે છે,તે જોતા તેને 15 દિવસની મુદ્ત આપવામાં આવી છે,શમીની પત્નીએ તેના એકથી વધુ યુવતીઓ સાથે અવૈધ સંબંધ હોવાના આરોપા લગાવ્યા હતા.

મોહમ્મદ શમીની પત્નીએ કહ્યું કે,લાલ બજારની પોલીસ અમરાહોની પોલીસ જેવી નથી,જો તે અમરાહોમાં રહેશે તો ત્યાની પોલીસ ચાર્જશીટ દાખલ કરવાની વાત તો દુર પણ તે તેને જ જાનથી મારી નાખતે,પરંતુ લાલ બજારની પોલીસ આટલા દબાણ પછી પણ સચ્ચાઈનો સાથ આપે છે, હસીન જહાએ વેસ્ટ બંગાલની મુખ્યમંત્રી મમતા બેનર્જીનો પણ આભાર માન્યો છે.

શમીની પત્નીએ કહ્યું કે,આ બાબત ધણી લાંબી ચાલી રહી હતી,જેના કારણથી તે નિરાશ થઈ ગઈ હતી,પરંતુ એક વર્ષ પછી તેના પક્ષમાં નિર્ણય આવ્યો,તેમણે કહ્યું કે ,તે આર્થિક રીતે પણ નબળી સ્થિતી ધરાવે છે,તેના પાસે બીસીસીઆઈ,ક્રિકેટર કે અન્ય કોઈનો પણ સપોર્ટ ન હતો,છતા પણ તેણે હીમ્મત દાખવી હતી.

હસીન જહાંએ પોતાની વાતને આગળ વધાવતા કહ્યું કે ,કેટલાક ખરાબ લોકો સુધરીને સાધુ સંત બની ગયા,હું પણ ઈચ્છું છુ કે શમી સુધરી જાય અને માફી માંગી લેય,હું મારી ગૃહસ્થી બચાવવા માંગુ છુ,મારી ચાર વર્ષની બાળકીને તેના પિતા મળી જાય,મારી બાળકી તેના પિતાને ખુબ જ યાદ કરી રહી છે.

હસીન જહાંએ કહ્યુ કે ,લગ્નના થોડા સમયમાંજ તેને શમીની હકીકત ખબર પડવા લાગી હતી,પાંચ વર્ષ સુધી ઈતૂબા સાથે સંબંધ રાખીને તેને છોડી દીધી હતી ,તેનાથી સારી હું મળી તો મારા સાથે લગ્ન કર્યા અને રિશ્તો જોડ્યો, લગ્ન પછી પણ શમીના કેટલીક યુવતીઓ સાથે સંબંધ રહ્યા છે,પહેલા હું બીજી યુવતીઓની જેમ બરદાસ્ત કરતી ગઈ અને ચુપકી સાધી લીધી,અને કોઈ પણ આરોપ લગાવ્યો નહી.પરંતુ જ્યારે તેણે મને મારી નાખવાની ધમકીઓ આપી ત્યારે મારી સહન શક્તિ ખૂટી પડી અને છેવટે મારે દુનિયા સામે તેની સચ્ચાઈને મુકવી પડી,કેટલા વર્ષ સુધી મે શમીના અત્યાચારો સહન કર્યો,તેમની ઈચ્છા નહોતી મને રાખવાની તો સીધી રીતે મને છોડી દેતે તો હું મારા રસ્તે અને તે તેના રસ્તે,પરંતુ શમી મને જાનથી મારી નાખવા માંગતો હતો એટલે મારે પોલીસની મદદ લેવી પડી. અને છેલ્લી હદ પાર થતા મારે તેના સામે ફરિયાદ નોંધાનાવી ફરઝ પડી.

Exit mobile version