Site icon hindi.revoi.in

અમેઠીમાં સ્મૃતિ ઈરાનીની જીત: રાહુલ ગાંધીના આંગણામાં આમ જ નથી ઉગી નીકળી ‘તુલસી’

Social Share

અમેઠી: અમેઠીના આંગણામાં ‘તુલસી’ આખરે ઉગી જ ગઈ છે. 2014માં લોકસભાની ચૂંટણીમાં હાર છતાં કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ 2019માં ફરી એકવાર રાહુલ ગાંધીને ટક્કર આપવાનું નક્કી કર્યું હતું અને અહીં તેમણે 50 વર્ષ જૂના ગાંધી પરિવારના ગઢને જીતવામાં સફળતા મેળવી છે. કોંગ્રેસના કોઈ રાષ્ટ્રીય અધ્યક્ષને હરાવનારા સ્મૃતિ ઈરાની ભાજપના પહેલા ઉમેદવાર છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને અમેઠીમાં સ્મૃતિ ઈરાનીએ 55120 વોટથી હરાવ્યા છે.

સ્મૃતિ ઈરાનીએ એક અંગ્રેજી અખભારની સાતેની વાતચીતમાં ઉલ્લેખ કર્યો હતો કે આ એવા લોકોની લડાઈ છે જે સમાજ પ્રત્યે સંવેદનશીલ છે. તેમણે ખુદને એક સમર્પિત કાર્યર્તા ગણાવ્યા છે.

પ્રચાર અભિયાન સમાપ્ત થતા પહેલા અમિત શાહે એક અંગ્રેજી અખબાર સાથેની વાતચીતમાં કહ્યુ હતુ કે અમેઠીમાં વિકાસ અને પરિવારવાદ વચ્ચેની લડાઈ છે. ગુરુવારે તેમની આ વાતથી ભાજપમાં તમામ લોકો સંમત દેખાયા હતા. 2014માં હાર છતાં અમેઠીમાં વિકાસ કાર્યોને સુનિશ્ચિત કરવા માટે તેણે સતત અહીંનો પ્રવાસ કરીને લોકોની વચ્ચે પોતાના આધારને મજબૂત બનાવવાનું કામ કર્યું હતું. લગભગ 60 દિવસો સુધી સ્મૃતિ ઈરાની ગૌરીગંજમાં એક ભાડાંના મકાન કૃષ્ણા મેન્શનમાં રોકાયા હતા. આ મકાનના માલિક રાકેશ ગુપ્તા છે.

સ્મૃતિ ઈરાનીએ 2014થી 2019ના પાંચ વર્ષના સમયગાળામાં 63 વખત અમેઠીની મુલાકાત લીધી છે. બીજી તરફ આ પાંચ વર્ષમાં રાહુલ ગાંધી અમેઠીની મુલાકાતે માત્ર 28 વખત આવ્યા હતા. ઘણીવાર તેઓ કેન્દ્રીય પ્રધાનો સંજીવ બાલિયાન અને દિવંગત મનોહર પર્રિકર સાથે અચાનક ગામડામાં પહોંચીને સાડી, કપડા, પગરખાં અને ત્યાં સુધી કે પુસ્તકો વહેંચતા પણ દેખાયા હતા. 2015થી 2017 દરમિયાન તત્કાલિન સંરક્ષણ પ્રધાન મનોહર પર્રિકરે હરિહરપુર અને બરૌલિયા ગામોને દત્તક લીધા હતા.

સૌથી મોટો મોકો આવ્યો આ વર્ષે માર્ચમાં, જ્યારે પીએમ મોદીએ અમેઠીમાં આધુનિક ક્લાશનિકોવ-203 રાઈફલોના નિર્માણ માટે બનેલી ઓર્ડિનન્સ ફેક્ટરીનું લોકાર્પણ કર્યુ હતું. આ બધું એવા સમયે થઈ રહ્યુ હતું, જ્યારે રાહુલ ગાંધીએ યુપીએના કાર્યકાળમાં મંજૂર મેગા ફૂડ પાર્ક યોજના છીનવવાનો આરોપ લગાવ્યો હતો.

પ્રિયંકા ગાંધીએ ચૂંટણી પ્રચાર દરમિયાન સ્મૃતિ ઈરાની પર આકરા પ્રહારો કરતા આરોપ લગાવ્યો હતો કે તેઓ અમેઠીના લોકોને ગરીબ અને ભિખારી સમજે છે. ક્યાંકને ક્યાંક આ ટીપ્પણીએ અમેઠીના એ લોકોમાં નારાજગી વધારે કે જે પહેલેથી ગાંધી પરિવારના અહીં કથિતપણે ઓછો સમય ગુજારવાને કારણે ખફા હતા. 201માં પોતાની હારના એક માસમાં સ્મૃતિ ઈરાની ફરીથી પાછા ફર્યા અને ગામના લોકો માટે યૂરિયા-એમોનિયા ખાતરની વ્યવસ્થા સુનિશ્ચિત કરાવી હતી. અમેઠી રેલવે સ્ટેશન પર એક રિઝર્વેશન સેન્ટર પણ ખુલ્યું. આ સિવાય તેમણે કેન્દ્રીય રેલવે પ્રધાનના માધ્યમથી અમેઠી થઈને ઉતરેટિયા અને વારાણસી વચ્ચે રેલવેના વિદ્યુતીકરણનું કામ પણ કરાવ્યું હતું. એટલું જ નહીં અમેઠી-રાયબરેલીની વચ્ચે સંપર્ક માર્ગોથી લઈને નેશનલ હાઈવે અને સૈનિક સ્કૂલ માટે પણ સ્મૃતિ ઈરાનીએ પહેલ કરી હતી.

તેના પછી સ્મૃતિ ઈરાનીએ પાછળ ફરીને જોયું નથી. તેઓ સતત તિલોઈ, સલોન, જગદીશપુર, ગૌરીગંજ અને અમેઠી વિધાનસભા મતવિસ્તારોની મુલાકત કરતા રહ્યા હતા. આ કારણ હતું કે 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ-એસપીના ગઠબંધનને આંચકો આપતા ભાજપે ચાર વિધાનસભાઓ પર કબજો કર્યો હતો.

બીએસપી સુપ્રીમો માયાવતીની પોતાના ટેકેદારોને રાહુલ ગાંધી મટે વિલંબથી કરવામાં આવેલી વોટની અપીલ છતાં સ્મૃતિ ઈરાનીનું સમર્થન વધ્યું. અનુપ્રિયા પટેલ, સાધ્વી નિરંજન જ્યોતિ, ભોજપુરી સ્ટાર મનોજ તિવારીએ પોતાની બેઠકો પર વ્યસ્તતા વચ્ચે અમેઠીમાં રેલીઓને સંબોધિત કરી હતી. યુપીના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ અહીં બે વખત આવ્યા હતા. સ્મૃતિ ઈરાનીના નામાંકનના દિવસે તેમણે રોડ શૉમાં પણ ભાગ લીધો હતો.

પોતાના સમગ્ર પ્રચાર અભિયાન દરમિયાન તેમણે સ્થાનિક ધારાસભ્યો – ગરિમા સિંહ, દલ બહાદૂર, મયંકેશ્વર શરણ સિંહને મહત્વ આપતા તમામ જાતિઓનું પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કર્યું. અમેઠી લોકસભાના પ્રભારી અને યુપીના પ્રધાન મોહસિન રઝાએ પોતાની ટીમમાં એવા લોકોને સામેલ કર્યા જેમણે પ્રધાનમંત્રી આવાસ યોજના અથવા ઉજ્જવલા યોજના જેવી સ્કીમને ફાયદો પહોંચાડયો. તેની સાથે જ સ્મૃતિએ ભાજપના જિલ્લા પ્રભારી દુર્ગેશ, ગોવિંદ ચૌહાન અને શહેરમાં મોટી મસાલા કંપની ચલાવનારા કારોબારી રાજેશની જુગલબંધીના કારણે લોકોની સમસ્યાઓ અને ફરિયાદો સુધી સીધી પહોંચ બનાવી છે.

Exit mobile version