1. Home
  2. revoinews
  3. શું કોગ્રેસ કે વિપક્ષ, ચીન-ભારત મુદ્દે સરકાર પર આરોપ લગાવ્યા કરતા સલાહ-સૂચન ન આપી શકે?
શું કોગ્રેસ કે વિપક્ષ, ચીન-ભારત મુદ્દે  સરકાર પર આરોપ લગાવ્યા કરતા સલાહ-સૂચન ન આપી શકે?

શું કોગ્રેસ કે વિપક્ષ, ચીન-ભારત મુદ્દે સરકાર પર આરોપ લગાવ્યા કરતા સલાહ-સૂચન ન આપી શકે?

0

અમદાવાદ: દેશમાં હાલ કોરોનાવાયરસના કેસ તો સતત વધી રહ્યા છે અને કેન્દ્ર સરકાર તથા રાજ્યોની સરકાર કોરોનાવાયરસના સંક્રમણને રોકવા માટે સરકાર તમામ પ્રયાસો કરી રહી છે, આવા સમયમાં ભારતની સીમા પર ચીન અટકચાળા કરી રહ્યુ છે અને વિપક્ષના નેતા તથા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સરકારને સવાલ પર સવાલ કરી રહ્યા છે.

તે વાતમાં કોઈ સંદેહ નથી કે વિપક્ષનું કામ છે કે સરકારને સવાલ કરે અને સરકાર જવાબ આપે પરંતુ જ્યારે દેશની વાત આવે ત્યારે વિપક્ષના સરકાર પર તથા આર્મીને લઈને વિવાદીત નિવેદન કરવા યોગ્ય છે.?

રાહુલ ગાંધી દ્વારા થોડા ટ્વિટ કરીને પૂછવામાં આવ્યું હતુ કે “ભારતના સૈનિક કયા વિસ્તારમાં મૃત્યુ પામ્યા” જો કે તેમની ટ્વિટમાં તેમણે ભારતના વીર સૈનિકો માટે શહીદ શબ્દનો ઉપયોગ કર્યો હોત તો દેશની જનતાને સારુ લાગ્યું હોત. રાહુલ ગાંધીને દેશના જવાન શહીદ થાય તેના કરતા વધારે મહત્વપુર્ણ તે ક્યાં શહીદ થયા તે જાણવુ લાગ્યું.

રાહુલ ગાંધી દ્વારા તે પણ સવાલ અને ટ્વિટ કરવામાં આવ્યું કે ચીની આક્રમણ વિરુદ્ધ આપણે બધા એક સાથે છે પરંતુ રાહુલ ગાંધીએ તે પણ લખ્યું હતુ કે ચીને ભારતની જમીન પર કબ્જો કર્યો છે.?.. રાહુલ ગાંધીનો આ સવાલ ભારતીય આર્મીને છે? જે હાલ એલએસી પર દેશની સીમાની સુરક્ષા કરે છે કે આ સવાલ મોદી સરકારને છે. રાહુલ ગાંધીની આ ટ્વિટ ભારતીય સેનાના મનોબળ પર પણ અસર કરી શકે છે, જો કે રાજકીય કોઈ નેતાને વિશ્વાસ હોય કે ન હોય પણ દેશની જનતાને વિશ્વાસ છે કે ભારતીય સેના દેશની બોર્ડર પર છે ત્યાં સુધી દેશના તિરંગાને કોઈ કશું કરી શકે નહી.

રાહુલ ગાંધી ઈચ્છે તો આરોપ અને સવાલ કર્યા વગર કેન્દ્ર સરકારને સલાહ સૂચન કરી શકે છે અને ચીન સાથે ભારતે આગામી સમયમાં કેવી રીતે વ્યવહાર કરવો જોઈએ તેના વિશે પોતાનું મંતવ્ય આપી શકે છે. ચીનના અવિશ્વાસું વલણને લઈને વડાપ્રધાન મોદી દ્વારા બેઠક પણ બોલાવવામાં આવી હતી પરંતુ ભારતીય સેના અને સરકાર પર અનેક પ્રકારના સવાલ ઉઠાવ્યા કરતા જો આવા સમયે દેશની સરકારને સમર્થન અને સલાહ સૂચન આપે તો દેશ માટે ફાયદાકારક રહેશે. કોઈ સરકાર માટે નહી.

આપણે માનીએ છે કે રાહુલ ગાંધીને ભારત દેશની અને તેના સૈનિકોની ચીંતા છે પરંતુ દેશભક્તિની વાતમાં પણ તેઓ રાજકારણ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. જે કદાચ ચીન માટે ફાયદાકારક હોઈ શકે.

કદાચ ચીન પણ  આ વાતની નોંધ લઈ રહ્યું હોય કે બોર્ડર પર વિવાદ તો ચાલી જ રહ્યો છે પરંતુ ભારતમાં સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે પણ વિવાદ ચાલી રહ્યો છે અને તેનો ફાયદો ઉઠાવી શકે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.