Site icon hindi.revoi.in

શા માટે 8 ઓક્ટોબરના રોજ વાયુસેના દિવસ મનાવવામાં આવે છે? જાણો….

Social Share

અમદાવાદ: દર વર્ષે 8 ઓક્ટોબરના રોજ વાયુસેના દિવસ તરીકે મનાવવામાં આવે છે,પરંતુ શું તમે આ વાતને લઈને સ્પષ્ટ છો કે વાયુસેના દિવસ 8 ઓક્ટોબરના રોજ કેમ મનાવવામાં આવે છે.જયારે ઇન્ડિયન એરફોર્સ એરક્રાફ્ટે તેની પહેલી ઉડાન તો 1 એપ્રિલ 1933 ના રોજ ભરી હતી. અમે તમને તેના વિશે વિગતવાર જણાવીશું.

શા માટે 8 ઓક્ટોબરના રોજ વાયુસેના દિવસ મનાવવામાં આવે છે ?

ખરેખર, ઇન્ડિયન એરફોર્સના એરક્રાફ્ટએ પહેલી ઉડાન 1 એપ્રિલ 1933માં ભરી હોય પરંતુ ઇન્ડિયન એરફોર્સની સ્થાપના આ પહેલા 8 ઓક્ટોબર 1932માં જ થઇ ગઈ હતી. આ તે સમય હતો જ્યારે બ્રિટિશરો દેશ પર શાસન કરતા હતા અને તેથી જ ભારતીય વાયુ સેનાની રચના બ્રિટીશ સામ્રાજ્યના એરફોર્સના એકમ તરીકે કરવામાં આવી હતી. તે સમયે તેનું નામ ભારતીય વાયુસેના નહીં પણ રોયલ એરફોર્સ હતું. જો કે, સ્વતંત્રતા મળ્યા બાદ 1950માં તેનું નામ ભારતીય વાયુ સેના તરીકે રાખવામાં આવ્યું હતું.

ભારતીય વાયુસેનાએ લડ્યા ચાર યુદ્ધ

આઝાદી બાદ ભારતીય વાયુસેના એ ચાર યુદ્ધ લડ્યા છે. આમાંથી ત્રણ યુદ્ધો પાકિસ્તાન સામે અને એક યુદ્ધ ચીન સામે હતું. આઝાદ ભારતમાં ભારતીય વાયુસેનાના મોટા કાર્યોમાં ઓપરેશન વિજય, ઓપરેશન કેક્ટસ, ઓપરેશન મેઘદૂત, ઓપરેશન પૂમલાઈ, ઓપરેશન પવન અને બાલાકોટ એર સ્ટ્રાઈક સામેલ છે. પુલવામા આતંકી હુમલા બાદ ભારતીય વાયુસેના પાકિસ્તાનમાં ઘુસીને બાલાકોટ એરસ્ટ્રાઈકને અંજામ આપ્યું હતું અને આતંકવાદીઓનો ખાત્મો કર્યો હતો.

વાયુસેનાનું આદર્શ વાક્ય

ભારતીય વાયુસેનાનું આદર્શ વાક્ય ‘नभ: स्पृशं दीप्तम’છે. ‘नभ:स्‍पृशं दीप्‍तमनेकवर्ण व्‍यात्ताननं दीप्‍तविशालनेत्रम्। दृष्‍ट्वा हि त्‍वां प्रव्‍यथितान्‍तरात्‍मा धृतिं न विन्‍दामि शमं च विष्‍णो। છે. તે ગીતાના અગિયારમા અધ્યાયમાંથી લેવામાં આવ્યું છે અને મહાભારતના મહાયુદ્ધ દરમિયાન ભગવાન શ્રી કૃષ્ણએ કુરુક્ષેત્રના યુદ્ધના ક્ષેત્રમાં અર્જુનને આપેલા ઉપદેશનો એક ભાગ છે. તે સંસ્કૃતમાં છે.

વાયુસેનાના આદર્શ વાક્યનો અર્થ શું છે?

ભારતીય વાયુસેનાનું આદર્શ વાક્ય ‘नभ: स्पृशं दीप्तम’છે. ‘नभ:स्‍पृशं दीप्‍तमनेकवर्ण व्‍यात्ताननं दीप्‍तविशालनेत्रम्। दृष्‍ट्वा हि त्‍वां प्रव्‍यथितान्‍तरात्‍मा धृतिं न विन्‍दामि शमं च विष्‍णो।।’ નો ‘અર્થ છે..વિષ્ણુ,આકાશને સ્પર્શ કરનાર, દેદીપ્યમાન, અનેક વર્ણોથી યુકત અને ફેલાવેલા ચહેરા અને તેજસ્વી આંખોથી યુકત તમને જોઇને ભયભીત અંત :કરણ વાળો હું ધીરજ અને શાંતિ નથી મેળવી શકતો.

_Devanshi

Exit mobile version