Site icon hindi.revoi.in

શા માટે નિયુક્ત કરવામાં આવે છે પ્રોટેમ સ્પીકર?

Social Share

ભાજપના સાંસદ વિરેન્દ્ર કુમાર પ્રોટેમ સ્પીકર તરીકે લોકસભાના નવનિયુક્ત સાંસદોને શપથ અપાવશે. પ્રોટેમ સ્પીકર, ચૂંટણી બાદ પહેલા સત્રમાં સ્થાયી અધ્યક્ષ અથા ઉપાધ્યક્ષને ચૂંટવા સુધીના સમયગાળા દરમિયાન સંસદના કાર્યવાહક સ્પીકર તરીકે કામગીરી કરે છે. એટલે કે સંસદનું સંચાલન કરે છે. સીધું કહેવામાં આવે તો તે હંગામી અને કામચલાઉ સ્પીકર હોય છે. ખૂબ ઓછા સમયગાળા માટે તેમને પસંદ કરવામાં આવે છે.

અત્યાર સુધી મોટાભાગના મામલાઓમાં પરંપરા રહી છે કે ગૃહના વરિષ્ઠત્તમ સદસ્યોમાંથી કોઈની આ જવાબદારી માટે પસંદગી કરવામાં આવતી હોય છે.

પ્રોટેમ સ્પીકર ત્યાં સુધી પદ પર રહે છે, જ્યાં સુધી સ્થાયી અધ્યક્ષની પસંદગી થઈ જાય નહીં.

જો કે માત્ર ચૂંટણીઓ બાદ જ પ્રોટેમ સ્પીકરની જરૂરત હોતી નથી, પરંતુ એવી પરિસ્થિતિમાં પ્રોટેમ સ્પીકરની જરૂરત પડે છે, જ્યારે સંસદમાં અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ પદ એકસાથે ખાલી હોય. તે તેમની મૃત્યુની સ્થિતિ સિવાય બંને સાથે રાજીનામું આપવાની પરિસ્થિતિઓમાં હોઈ શકે છે.

બંધારણમાં પ્રોટેમ સ્પીકરની શક્તિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. પ્રોટેમ શબ્દની વાત કરીએ, તો તે લેટિન શબ્દ પ્રો-ટેમ્પોરનું ટૂંકુ રૂપ છે. જેનો અર્થ છે કે કેટલાક સમય માટે. પ્રોટેમ સ્પીકરની નિયુક્તિ રાષ્ટ્રપતિ કરે છે.

પ્રોટેમ સ્પીકર જ નવનિર્વાચિત સાંસદોને શપથગ્રહણ કરાવે છે. આ કાર્યક્રમની દેખરેખની જવાબદારી તેની જ હોય છે. ગૃહમાં જ્યાં સુધી નવનિર્વાચિત સાંસદ શપથગ્રહણ કરી લેતા નથી, ત્યાં સુધી તેઓ ઔપચારીકપણે ગૃહનો હિસ્સો હોતા નથી. માટે પહેલા સાંસદોને શપથ દેવડાવામાં આવે છે. તેના પછી તેઓ સાંસદોમાંથી અધ્યક્ષની પસંદગી કરે છે.

પ્રોટેમ સ્પીકર આમ કોઈ ખોટી પ્રેક્ટિસ દ્વારા વોટ કરવા પર કોઈ સાંસદના વોટને ડિસ્ક્વાલિફાઈ કરી શકે છે. તેના સિવાય વોટોની ટાઈ થવાની સ્થિતિમાં પોતાના વોટનો ઉપયોગ નિર્ણય માટે કરી શકે છે.

Exit mobile version