Site icon Revoi.in

પશ્ચિમી મીડિયાને ડૉ. ડેવિડ ફ્રોલીનો સવાલ : મોદી “હિંદુ નેશનાલિસ્ટ પીએમ”, તો ઈમરાન “ઈસ્લામિક નેશનાલિસ્ટ પીએમ” કેમ નહીં?

Social Share

ડૉ. ડેવિડ ફ્રોલી ઉપાખ્ય પંડિત વામદેવ શાસ્ત્રી એક ભારતપ્રેમી અને હિંદુત્વપ્રેમી વેદાચાર્ય તરીકે દેશના ઘટનાક્રમને ખૂબ નજીકથી નિહાળે છે. જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370ને અસરહીન કરવી અને જમ્મુ-કાશ્મીર તથા લડાખને અલગ કેન્દ્રશાસિત પ્રદેશો બનાવવા પણ ભારતની વિચારધારાત્મક દિશા અને રાષ્ટ્રીય અસ્મિતાને પુનર્સ્થાપિત કરવાની દિશામાં મહત્વના ઘટનાક્રમોમાંથી એક છે.

ડૉ. ડેવિડ ફ્રોલીએ પશ્ચિમી મીડિયામાં જે પ્રકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન માટે ઉલ્લેખો કરવામાં આવ્યા છે, તેની સરખામણી કરીન ટ્વિટ કર્યુ છે. તેમણે ટ્વિટ કર્યું છે કે નરેન્દ્ર મોદી માટે પશ્ચિમી મીડિયા હિંદુ નેશનાલિસ્ટ પ્રાઈમ મિનિસ્ટર જેવો ઉલ્લેખ કરે છે, પરંતુ સત્તાવાર રીતે ઈસ્લામિક રાજ્ય કે જેની આતંકવાદ સાથે સાંઠગાંઠ છે અને ધાર્મિક લઘુમતીઓને ઓછા હકો આપે છે તેવા દેશનું નેતૃત્વ કરનારા ઈમરાન ખાનને શા માટે ઈસ્લામિક નેશનાલિસ્ટ પ્રાઈમ મિનિસ્ટર કહેવામાં આવતા નથી?

ડૉ. ડેવિડ ફ્રોલીએ એક અન્ય ટ્વિટમાં કહ્યુ છેકે હવે બીબીસી અને ન્યૂયોર્ક ટાઈમ્સ જેવા સામાન્ય રીતે ભારત વિરોધી વેસ્ટર્ન મીડિયા કાશ્મીરમાં નવી હિંસાના ભયને ઈંગિત કરે છે, જાણે કે મોદી પર આરોપની તૈયારી છે. આવો ભય વેચવો બેજવાબદાર પત્રકારત્વ અને વૈશ્વિક આતંકવાદના કેન્દ્રબિંદુ તરીકે પાકિસ્તાનની ભૂમિકા સામે આંખ આડા કાન છે.

ભારતીયતાને લઈને ચિંતન કરનારા ડૉ. ડેવિડ ફ્રોલીએ ભારતીયતાના ભોગે વોટબેંકનું રાજકારણ ખેલનારાઓને પણ આડે હાથ લીધા છે. ડૉ. ડેવિડ ફ્રોલીએ કહ્યુ છે કે કેટલાક રાજકીય જૂથો હવે દાવો કરે છે કે તેઓ ભારતમાં જમ્મુ,કાશ્મીર અને લડાખના એકીકરણનું સમર્થન કરે છે, પરંતુ જે પ્રક્રિયા અનુસરવામાં આવી છે તે દુખદપણે ગેરબંધારણીય છે.

ડૉ. ડેવિડ ફ્રોલીએ સવાલ કર્યો છે કે શું તમે ખરેખર એમ વિચારો છે કે જો તેમના બંધારણીય પ્રક્રિયાના વિચારને અનુસરવામાં આવ્યો હોત, તે તેમણે આનું સમર્થન કર્યું હોત?

તેમણે કોંગ્રેસ અને રાહુલ ગાંધીને આડે હાથ લેતા ટ્વિટ કર્યું છે કે કોંગ્રેસ રાષ્ટ્રીય એકીકરણમાં નિષ્ફળ રહી છે, ઘાયલ કાશ્મીરને સતત સમસ્યામાં રાખ્યું, લોકશાહી ઉપર વંશને રાખ્યો, રાજકારણને સંસ્કૃતિની ઉપર રાખ્યું. ભારત તેમની ભૂમિ છે, ભારત માતા. કાશ્મીરના એકીકરણને નકારીને રાહુલ ગાંધી અને કોંગ્રેસે ગુમનામીના ઈતાસમાં ખોટી દિશા પકડી છે.
મહત્વપૂર્ણ છે કે પંડિત વામદેવ શાસ્ત્રી ઉપાખ્ય ડૉ. ડેવિડ ફ્રોલીએ 40 જેટલા પુસ્તકો લખ્યા છે. તેમના પુસ્તકો આધ્યાત્મિક, ભારતીય વિચાર, યોગ, જ્યોતિષ જેવી બાબતોને સાંકળનારા છે. તેમને પદ્મભૂષણથી પણ સમ્માનિત કરવામાં આવ્યા છે. 1950માં જન્મેલા ડૉ. ડેવિડ ફ્રોલી અમેરિકન હિંદુ ટીચર છે અને હિંદુત્વ એક્ટિવિસ્ટ પણ છે.