Site icon hindi.revoi.in

મોદી સરકારનું બજેટઃ કોને ફાયદો કોને નુકશાન

Social Share

કેન્દ્રીય નાણામંત્રી સીતારમણે  પહેલું બજેટ રજું કર્યું હતું. આ બજેટમાં કોર્પોરેટ ક્ષેત્રમાં થોડી રાહત મળી છે જ્યારે બીજી બાજુ મધ્યમવર્ગને કઈક વધુ ફાયદો થયો નથી . મોદી સરકારના આ બીજી પાળીના પ્રથમ બજેટમાં  દેશના ગામડાઓ, ગરીબી રેખા નીચે જીવતા લોકો અને ખાસ ખેડૂતો પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું હતું.  જેમાં કોર્પોરેટ ક્ષેત્રમાં થોડા અંશે રાહત મળી છે તો મધ્ય વર્ગના લોકોને કઈક ખાસ ફાયદો થાય તેવું જોવા મળ્યું નથી.

એક નજર કરી લઈએ મોદી સરકારના બજેટને લઈને ક્યા ક્ષેત્રમાં ફાયદો થયો અને ક્યા ક્ષેત્રમાં બજેટને લઈને કઈ ખાસ ફર્ક પડ્યો નથી. મોદી કરકારના આ બજેટથી એમ કહી શકાય કે ગ્રામીણ ભારતીય, સરકારી બેંકો તથા મકાન માલિકોને મોટો પ્રમાણમાં ફાયદો થયેલો જોઈ શકાય છે.

ગ્રામીણ ભારત માટે ફાળવવામાં આવેલું બજેટ

આ રજુ થયેલા બજેટમાં ભારતના ગામડાઓની વિકાસની વાત જાહેરાત કરવામા આવી હતી. જેમાં ગામના રસ્તોના જોડાણથી લઈને વધુમાં વધુ મકાન બને તેનો ઉલ્લેખ થયો હતો, જીરો બજેટથી ખેડૂતોને પોતાના પાકમાં વધુમાં વધુ નફો થાય અનેક ધરોમાં વિજળી પહોંચાડવી, ધરે ધરે પાણીની સુવિધા આપવી આ ઉપરાંત પશૂપાલન માટે સરકાર તરફથી સહાયની સુચનો કરવામાં આવી હતી. ગ્રામીણ જીવનની આવી નાની નાની બાબતોને ધ્યાનમાં લઈ ને આ બજેટ રજુ કરવામાં આવ્યું હતું. આ જોતા એમ કહી શકાય કે ભારતના ગામડાઓ માટે રજુ થયેલું બજેટ ફાયદા કારક છે.

સરકારી બેંકોનું માટેનું બજેટ

નાણામંત્રી નિર્મલા સીતારમણે સરકારી બેંકો માટે કુલ 70 હજાર કરોડ રુપિયાનું બજેટ ફાળવવાની સુચના કરી છે જો કોઈ બેંક ખાતેદારને એક વર્ષમાં 1 કરોડ રૂપિયાથી વધારાની રકમ કાઢવી હશે તો 2 ટકા ટીડીએસ લગાવવામાં આવશે. તેનો  અર્થ એવો થયો કે જો તમે 1 કરોડ રૂપિયાથી વધારે કેશ કાઢશો તો ખાતેદારને 2 ટકા ટીડીએસ આપવો પડશે. ડિજિટલ ચૂકવણી અને કેશલેશ અર્થવ્યવસ્થાને પ્રોત્સાહન આપવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. જે બજેટ બેંકો માટે ફાયદા કારક હરેશે.

મકાન ભાડુતી માટે ફાળવવામાં આવેલ બજેટ

નાણામંત્રીએ મકાન માલિક અને ભાડૂતીઓ માટે પણ એક મહત્વનો નિર્ણય લીધો છે. તેઓ માટે એક અલગથી કાનુંન બનાવાની વાત કરી હતી  કારણ કે તેમનું કહેવું છે કે 2050 સુધી  શહેરોમાં અંદાજે 87 કરોડ લોકો  રહેવા લાગશે જેના કારણે  આ પ્રકારના કાનુંન બનાવવા યોગેય સાબિત થશે જેમાં મકાનના માલિકથી લઈને મકાનમાં ભાડે રહેનાર વ્યક્તિઓને આ સેવાનો લાભ મળશે.

રીયલ એસ્ટેટ

 ઈસ 2022 સુધી 1.95 કરોડ ગામડાઓમાં મકાન બનાવાનનું લક્ષ્ય આ  બજેટમાં રજુ કરવામાં  આવ્યું છે. આ સિવાય  બજેટમાં અનેક નવા રસ્તાઓ બનાવવા અને અંતરીયાળ રસ્તાઓને  રાજ્યમાર્ગ સુધી જોડવાની વાતનો ઉલ્લેખ કર્યો છે  જેને લઈને આનો સીધો ફાયદો રિયલ એસ્ટેટ અને કંસ્ટ્રંક્શન કંપનિઓને થશે.

જ્વેલર્સ સાથે જોડાયેલા લોકોને નુકશાની

આ બજેટથી સોનાની આયાત અને ઓટો સેક્ટર તેમજ પ્રતિરક્ષા સેક્ટરમાં નુકશાન થયેલું જોઈ શકાય છે.સોનાની ચીજ વસ્તુ પર આયાત કર 10થી વધારીને 12.5 ટકા કરવાની સુચના કરવામા આવી છે.  આ વાતનો ઉલ્લેખ થતાની સાથે જ જ્વેલર્સ કંપનિઓના  શેર ગગડ્યા હતા ,સોનાની કિંમત દિવસે ને દિવસે વધતી જતી જોવા મળે છે.જેના કારણે સોનાના વેપારીઓને માટો ફટકો પડશે એમ કહી શકાય. અત્યાર સુધી વાર તહેવારમાં લોકો જે કઈક સોનું કે સોનાના દાગીનાની ખરીદી કરતા હતા હવે તેનું પ્રમાણ ધટશે જેની સીધી અસર જ્વેલર્સ સાથે જોડાયેલા લોકોને પડશે.જમાં સોનાની આયાત કરનારને પણ પોતાના વ્યાપારમાં ખોટ સાલતી જોવા મળશે

.
મહિલાઓને બજેટમાં ફાયદો

નાણાંમંત્રીએ જાહેરાત કરી છે કે જનધન ખાતેદાર મહિલાઓને રૂ. 5,000ની ઓવરડ્રાફ્ટ સુવિધા આપવામાં આવશે. તેનો અર્થ એ થાય છે કે, મહિલાઓ ઝીરો બેલેન્સ પર એક નિશ્ચિત મર્યાદા માટે રૂ. 5 હજાર સુધીની લોન લઈ શકશે. તે સિવાય મહિલાઓ માટે અલગથી એક લાખ રૂપિયાની મુદ્રા લોનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.આમ માદી સરકારનું 2019નું રજું થયેલું બજેટ કોઈ માટે આશા જનક સાબિત થયું છે તો કોઈ માટે ચિંતાનો વિષય બન્યું છે.

Exit mobile version