Site icon hindi.revoi.in

WHOની ચેતવણી – વેક્સિન માટે યૂવાઓએ વર્ષ 2022 સુધી રાહ જોવી પડશે

Social Share

સમગ્ર વિશ્વમાં કોરોનાના કહેરથી લોકો વેક્સિનની રાહ જાઈ રહ્યા છે, દરેકને આશા છે કે આ વર્ષ પુરુ થતાની સાથે વેક્સિન ઉપલબ્ધ થઈ જશે,જો કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનએ આપેલા એક નિવેદનથી લોકોની ચિંતા વધી છે, WHOના વૈજ્ઞાનિક અને ડોક્ટર સૌમ્યા સ્વામીનાથનું આ અંગે કહેવું છે કે, “તંદુરસ્ત દેશના યુવાઓએ વેક્સિન માટે લાંબો સમય સુધી રાહ જોવી પડશે”.

સોશિયલ મીડિયાની ઈવેન્ટમાં સૌમ્યા સ્વામીનાથએ કહ્યું કે, “મહત્મ લોકો એ વાતથી સહમતિ દર્શાવે છે કે, સૌથી પહેલા વેક્સિનનો ડોઝ હેલ્થ માટે કામ કરનાર વર્ગ અને ફ્રંટ લાઈન વર્કસને આપવામાં આવે,જો કે પહેલા એ જોવું રહેશે કે, સૌથી વધુ જોખમ કોને છે ત્યાર બાદ વૃદ્ધ લોકોનો નંબર આવી શકે છે, વેક્સિનને લઈને કેટલીક ગાઈલાઈન પણ રજુ કરવામાં આવી રહી છે, જો કે, મને લાગી રહ્યું છે કે, સારા સ્વાસ્થ્ય ઘરાવતા વ્યક્તિઓએ આ વેક્સિનની વર્ષ 2022 સુધી રાહ જોવી પડશે”.

જ્યારે ડો,સૌમ્યાને પૂછવામાં આવ્યું કે, કોરોનાની અસરકારક વેક્સિનને મંજૂરી પછી કઇ મુદ્દાને પ્રાધાન્ય આપવામાં આવશે તે અંગે પૂછતા સૌમ્યા સ્વામિનાથે કહ્યું કેઆવશે અને મંજુરી મળતા પ્રથમ કોને પવામાં આવશે, ત્યારે તેમણે જમાવ્યું કે, “2021 સુધીમાં, ઓછામાં ઓછી એક અસરકારક વેક્સિન આવશે પરંતુ તે મર્યાદિત માત્રામાં ઉપલબ્ધ થશે અને તેથી અતિ સંવેદનશીલ લોકોને પ્રાથમિકતા આપવામાં આવશે”

તેમણે વધુમાં કહ્યું કે , “તમામ લોકો વિચારી રહ્યા છે કે જાન્યુઆરીની શરુઆતમાં વેક્સિન મળી જશે, અને પહેલાની જેમ સ્થિતિ સામાન્ય થઈ જશે, જો કે આવું બિલકુલ નથી,ચીન અને રશિયા જેવા દેશઓ પણ વેક્સિનનો ડોઝ આપવા માટે પ્રાથમિકતાનું પાલન કરી રહ્યા છે”

ચીનની જો વાત કરીએ તો ચીન એ જુલાઈમાં સેન્યને વેક્સિનનો ડોઝ આપ્યો હતો, હવે સરાકરી કર્મીઓ, સ્વાસ્થ્ય વિભાગના કર્મીઓ અને જે વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે બહાર જઈ રહ્યા છે તેને વેક્સિન આપવામાં આવી રહી છે, જ્યારે રશિયામાં પત્રકારો અને જે લોકો ફ્રંટ લાઈન પર કાર્ય કરે છે તેને પ્રાથમિકતા આપવામાં આવી છે.

ભારતમાં વેક્સિન આપવાની પ્રાથમિકતા ઉચ્ચ સ્તરની કમિટિ સંભાળશે, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષ વર્ઘને આ બાબતે જણાવ્યું હતું કે, “કયા ક્ષેત્રમાં કાર્ય કરી રહેલા લોકો અને કેટલી વયના લોકોમાં સંક્રમણનું પ્રમાણ કેટલું છે, તે ઉપરાંત વ્યક્તિના સમગ્ર સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને પ્રાથમિકતા આપવામાં આવશે”.

આ બાબતે તમામ રાજ્યો પાસેથી ડોકટરો, નર્સો, સેનિટેશન કામદારો, આશા વર્કરો અને સર્વેલન્સ અધિકારીઓ સહિત યુએમ જૂથોની સૂચિ માંગવામાં આવી રહી છે જેને વેક્સિન આપવા માટે પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવશે.

સાહીન-

Exit mobile version