Site icon hindi.revoi.in

અમિતાબ બચ્ચનને બસમાં કૉલેજ જતા વખતે કોનો રહેતો ઈંતઝાર?- બિગબીએ કેબીસીમાં ખોલ્યો પોતાનો રાઝ

Social Share

કોન બનેગા કરોડપતિની 11મી સિઝન ચાલી રહી છે,આ શૉને હોસ્ટ બૉલિવૂડના મશહુર કલાકાર અમિતાબ બચ્ચન કરે છે, જે વાતથી સૌ કોઈ વાકેફ જ છે, ત્યારે બિગબી આ શૉમાં પોતાની જુવાનીના સુનહેરા દિવસો યાદ કરીને અનેક રાઝ પરથી પડદા ઉઠાવી રહ્યા છે, ત્યારે બુધવારના રોજ આ શહેનશાહે તેમના જીવન સાથે જોડાયેલો એક કીસ્સો કહ્યો હતો,તો ચાલો જોઈએ શું કહ્યું બિગબીએ તેમના કૉલેજના દિવસો વિશે,

‘રીશ્તે મેં હમ તૂમ્હારે બાપ લગતે હે’,ડાયલોગ સાંભળતા જ મશહૂર કલાકાર અમિતાબ બચ્ચનનો ચેહરો આંખો સામે આવી જાય,બચ્ચન સાહેબે બુધવારના કેબીસીના એપિસોડમાં પોતાનો એક રાઝ ખોલ્યો હતો, તેમણે તેમના કૉલેજના દિવસો યાદ કરતા કહ્યું કે, “ અમે દિલ્હીની ત્રણ મુર્તિ પાસે રહેતા હતા અને કૉલેજ જવા માટે બસમાં મુસાફરી કરતા હતા,આ બસ સંસદ અને સીપી પાસે થઈને જતી હતી,ત્યાર પછી અમે યૂનિવર્સિટી પહોંચતા હતા,તેમણે કહ્યું કે,આ રુટ દરમિયાન ખાસકરીને સીપીથી આઈપી કૉલેજ,મિરાંડા જનારી ખુબસુરત યૂવતીઓ કૉલેજ જવા માટે બસમાં ચઢતી હતી,ત્યારે અમે બસ સ્ટોપ પર બસ ઊભી રહે એટલે ખુબસુરત યૂવતીઓની બસમાં ચઢવાની આતૂરતાથી રાહ જોતા હતા”

અમિતાબ બચ્ચને વધુમાં જણાવ્યું હતું કે “ઘણા વર્ષો પછી જ્યારે હું યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ થય ગયો અને પછી નોકરી કરતો હતો, ત્યારે તે બસમાં મુસાફરી કરતી મહિલાઓમાંથી મારી મુલાકાત એક સુંદર મહિલા સાથે થઈ હતી. તે મહિલાએ મને ખૂબ સરસ વાત કરી હતી,તેણે કહ્યું, ‘જ્યારે તમે યુનિવર્સિટીમાં ભણતા અને બસમાં મુસાફરી કરતા હતા ત્યારે અમે તમારી એક ઝલક જોવા માટે રાહ જોઈને બેસતા હતા. તે તેના મિત્ર પ્રાણ સાથે બસ સ્ટોપ પર દરરોજ મારી રાહ જોતી હતી અને જ્યારે પણ બસ આવે ત્યારે તેના મનમાં એક જ વિચાર સતત ચાલતો હતો કે- પ્રાણ (તેણીને  મિત્ર) જાયે પર બચ્ચન ન જાયે”.

થોડા દિવસો પહેલા અમિતાબ બચ્ચને તેમના બાળપણના સંઘર્ષપૂર્ણ દિવસો વિશે વાત કરી હતી. અને કહ્યું હતું કે તેમને નાનપણમાં 2 રૂપિયા પોકેટ મનીમાં મળતા હતા. શાળાના દિવસો દરમિયાન તે ક્રિકેટ ક્લબનો ભાગ ન બની શક્યા કારણ કે તો માટે તેમની માતા પાસે 2 રૂપિયા નહોતા.અમિતાબે દધુમાં કહ્યું કે બાળપણમાં તેમના માટે ચપ્પલ ખરીદવાનું પણ સહેલું નહોતુંપરંતુ જ્યારે પણ તેમને નવા ચપ્પલ મળતા તો તેઓ તે ચપ્પલને ઓશીકા નીચે મુકીને સૂતા હતા.

Exit mobile version