Site icon hindi.revoi.in

સંસદમાં જ્યારે સોનિયા અને મેનકા ગાંધી આવ્યા આમને-સામને, રાહુલ-વરુણ આવી રીતે મળ્યા

Social Share

નવી દિલ્હી: લોકસભામાં મંગળવારે જેઠાણી સોનિયા ગાંધી અને દેરાણી મેનકા ગાંધીનો આમનો-સામનો થયો હતો. એવા ઘણાં ઓછા પ્રસંગ હોય છે કે જ્યારે સોનિયા ગાંધી – રાહુલ ગાંધી અને મેનકા ગાંધી- વરુણ ગાંધી આમને-સામને હોય છે. જો આવો મોકો આવે તો પણ ગાંધી પરિવારના સદસ્ય એકબીજાથી નજરો ચોરી લેતા હોય છે. પરંતુ આ વખતે નજરો ચોરવાની જગ્યાએ સોનિયા અને મેનકા ગાંધીએ એકબીજાનું હાથ જોડીને અભિવાદન કર્યું હતું.

લોકસભામાં ગત બે દિવસોથી નવનિર્વાચિત સદસ્યોનું શપથગ્રહણ થઈ રહ્યું છે. મેનકા ગાંધી જ્યારે લોકસભાના સદસ્યના શપથ લઈને વિપક્ષી નેતાઓનું અભિવાદન કરી રહ્યા હતા, ત્યારે તેમનો સામનો રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી સાથે થયો હતો. બંનેએ એકબીજાનું હાથ જોડીને અભિવાદન કર્યું હતું. આ સિવાય વરુણ ગાંધીએ જ્યારે શપથ લીધા તો તેઓ સત્તાપક્ષથી વિપક્ષ તરફ ગયા હતા. તે વખતે રાહુલ ગાંધીએ તેમને સાંસદ બનવાના અભિનંદન આપ્યા હતા. આવા ઘણાં ઓછા પ્રસંગ હોય છે, જ્યારે ગાંધી પરિવારના સદસ્યો એકસાથે એક સ્થાન પર હાજર હોય છે.

રાહુલ ગાંધી મંગળવારે ગૃહમાં સાંસદો પર કોમેન્ટ કરવાને લઈને ઘમાં એક્ટિવ જોવા મળ્યા હતા. જ્યારે ભાજપના સાંસદ શપથ લઈ રહ્યા હતા અને તે ભારતમાતા કી જયના સૂત્રો લગાવી રહ્યા હતા. તો રાહુલ ગાંધી તેમને વારંવાર કહી રહ્યા હતા કે એક વખત નહીં, પાંચ-પાંચ વખત ભારત માતા કી જય બોલો. રાહુલ ગાંધીએ ઘણીવાર સાંસદોને ટોક્યા હતા. સાંસદ અજય કુમારે તો ક્હ્યુ હતુ કે તેઓ ભારતમાતા કી જય ફરીથી બોલી નાખશે. પરંતુ તેમણે પણ જય બોલવું પડશે. આના પર રાહુલ ગાંધીએ જય હિંદ કહીને જવાબ આપ્યો હતો.

રાયબરેલીથી જીતીને આવેલા સોનિયા ગાંધીએ હિંદીમાં શપથ લીધા હતા. વિપક્ષી સાંસદોએ મેજ થપથપાવીને તેમનું અભિવાદન કર્યું હતું. કૃષ્ણની ભૂમિ મથુરાથી જીતીને આવેલા હેમામાલિનીએ હિંદીમાં શપથ લીધા હતા. જેવા તેઓ શપથ લેવા માટે પહોંચ્યા, તો સાંસદોએ રાધેરાધે અને ભારતમાતા કી જયના સૂત્રો પોકારવાના શરૂ કર્યા હતા. હેમામાલિનીએ પણ શપથ લીધા બાદ રાધેરાધે અને ગિરિરાજ મહારાજના જયકારા લગાવ્યા હતા.

કલ્યાણસિંહના પુત્ર રાજબીરસિંહ શપથ લેવા માટે ઉઠયા તો સાંસદોએ જય શ્રીરામના સૂત્રો લગાવીને અભિવાદન કર્યું હતું. બીએસપીના સાંસદ દાનિશ અલીએ શપથ લીધા બાદ જય ભીમ, જય સમાજવાદના સૂત્રો લગાવ્યા હતા. અયોધ્યામાં રામમંદિર બનાવવાની તરફદારી કરનારા ભાજપના સાંસદ સાક્ષી મહારાજે જય શ્રીરામ અને ભારતમાતા કી જયના સૂત્રો ગૃહમાં લગાવ્યા હતા.

Exit mobile version