Site icon hindi.revoi.in

મહિલા સમાનતા દિવસ ક્યારે અને કેવી રીતે મનાવવાની શરૂઆત થઇ? જાણો તેનો ઇતિહાસ 

Social Share

– દેવાંશી દેસાણી

આજે 26 ઓગસ્ટ એટલે કે મહિલા સમાનતા દિવસ….આજ રોજ મહિલા સમાનતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. દરેક ક્ષેત્રમાં મહિલાઓ પુરુષ સમોવડી બનીને પુરુષો સાથે ખંભે થી ખભા મિલાવીને કામ કરી રહી છે…ભારતીય બંધારણમાં પણ મહિલાઓને સમાનતાનો હક્ક આપવામાં આવ્યો છે..દેશની આઝાદીના સાત દાયકથી વધુ સમય થઈ ગયો હોવા છતાં પણ દેશમાં હજુ મહિલાઓ સમાનતા માટે લડતી જોવા મળે છે … સદીઓથી મહિલાઓની જિંદગી અધિકારો વગરની અને ઘરની ચાર દીવાલમાં જ કેદ રહેલી છે …પરંતુ 21મી સદી માં હવે મહિલાઓ અધિકારો પ્રત્યે જાગૃત બની છે..માત્ર એટલું જ નહીં ઘર ચલાવવા માટે હવે પુરુષ પર નિર્ભર રહેવાને બદલે આત્મનિર્ભર બનવા લાગી છે..

1920 માં આ દિવસે યુનાઇટેડ સ્ટેટ્સના બંધારણમાં 19મો સુધારો સ્વીકારવામાં આવ્યો હતો. આ દિવસ મહિલાઓને પુરુષો સમાન ગણવાની દિશામાં એક પગલું છે… દેશભરની કેટલીક મહિલા સંસ્થાઓ મહિલા સમાનતા દિવસને જોરશોરથી ઉજવે છે. આ ઉપરાંત તેઓ રોજગાર અને શિક્ષણના ક્ષેત્રમાં મહિલાઓને સમાન હક માટે ભારપૂર્વક હિમાયત કરે છે.

મહિલાઓ બધી માનવ જાતિઓનો આધાર છે. તે ફક્ત બાળકને જ જન્મ આપતી નથી,પણ તેમનું ભરણ પોષણ અને સંસ્કાર પણ આપે છે. મહિલાઓ તેમના જીવનમાં એક સાથે ઘણી ભૂમિકા ભજવે છે જેમકે, માતા, પત્ની, બહેન, શિક્ષક, મિત્ર ખૂબ જ સુંદર રીતે નિભાવે છે. માતાઓ વિકસિત બાળકોને જીવનનું અમૂલ્ય શિક્ષણ આપે છે , જેમ કે પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં નિષ્ફળતાઓનો સામનો કેવી રીતે કરવો અને સફળતા તરફ ક્યા પગલું ભરવું.

શું તમે જાણો છો કે આંતરરાષ્ટ્રીય અધ્યયન દર્શાવે છે કે જ્યારે સમાજનો અર્થતંત્ર અને રાજકીય સંગઠન બદલાઈ જાય છે, ત્યારે મહિલાઓ કુટુંબની મદદ માટે પહેલ કરે છે….

મહિલા સમાનતા દિવસનો ઇતિહાસ

યુનાઇટેડ સ્ટેટ્સમાં ગૃહ યુદ્ધ પહેલાં મહિલાઓના મતાધિકાર માટેનું આંદોલન શરૂ થયું હતું…. 1830ના દાયકામાં અમેરિકાના મોટાભાગના રાજ્યોમાં ફક્ત શ્રીમંત શ્વેત પુરુષો માટે જ મતદાર અધિકાર હતા. આ સમય દરમિયાન કેટલાક નાગરિક અધિકાર આંદોલન જેવા ગુલામી, સયમ આંદોલન, નૈતિક આંદોલન વગેરે દેશભરમાં ખૂબ જ ઝડપથી થઈ રહ્યા હતા. આ આંદોલનમાં મહિલાઓએ પણ મહત્વની ભૂમિકા ભજવી હતી…

1848માં ન્યુ યોર્કના સેનેકા ફોલ્સમાં નાબૂદીવાદીઓનું એક સમૂહ ભેગુ થયું હતું…. આ સમૂહ મહિલાઓની સમસ્યાઓ અને મહિલા અધિકારો વિશે ચર્ચા કરી રહ્યું હતું. મહિલાઓના આ સમૂહમાં કેટલાક પુરુષો પણ સામેલ હતા. તેઓએ નક્કી કર્યું છે કે અમેરિકન મહિલાઓ પણ તેમની પોતાની રાજકીય ઓળખની લાયક છે. થોડા વર્ષો પછી આ આંદોલન ખૂબ જ ઝડપી બન્યું હતું…. પરંતુ સમયની સાથે ગુલામી વિરોધી આંદોલનને કારણે મહિલા અધિકારના આંદોલને આ આંદોલનની ગતિમાં નોંધપાત્ર ઘટાડો કર્યો હતો .. પરંતુ 1890ના દાયકા દરમિયાન નેશનલ અમેરિકન વુમન મતાધિકાર એસોસિએશનની શરૂઆત થઈ અને અધ્યક્ષતા એલિઝાબેથ કેડી સ્ટેન્ટન હતી. દાયકાના અંત પહેલા ઇડાહો અને યુટાએ મહિલાઓને મત આપવાનો અધિકાર આપતા હતા.

Exit mobile version