Site icon hindi.revoi.in

વોટ્સએપ લઇને આવ્યું છે એક નવું ફીચર

Social Share

મુંબઈ: ઇન્સ્ટન્ટ મેસેજિંગ સર્વિસ વોટ્સએપ તેના પ્લેટફોર્મને વધુ સારું બનાવવા માટે અપડેટ્સ પર કામ કરતી રહે છે. હવે સમાચાર આવી રહ્યા છે કે, વોટ્સએપ વેબ વર્ઝન એટલે કે ડેસ્કટોપ અને લેપટોપથી પણ વોઇસ અને વીડિયો કોલિંગ શરૂ કરવા જઈ રહ્યું છે. આ માટેની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. ખૂબ જ ટૂંક સમયમાં આ નવી સુવિધા વોટ્સએપ વેબ યુઝર્સ માટે લોન્ચ કરવામાં આવશે.

વોટ્સએપના નવા ફીચર્સ પર ધ્યાન રાખતી વેબસાઇટ WABetainfo ના રિપોર્ટ મુજબ, કંપની વોઇસ અને વીડિયો કોલ પર કામ કરી રહી છે. વોટ્સએપના કેટલાક પસંદગી પામેલા યુઝર્સને આ ફીચર ચકાસવા માટે મોકલ્યા છે. આ નવા ફિચરનો ઉપયોગ કરીને એક નવું વોટ્સએપ બીટા વર્ઝન બતાવવામાં આવ્યું છે. આ નવું ફીચર એન્ડ્રોઇડ યુઝર્સ માટે છે. આવતા કેટલાક અઠવાડિયામાં વોટ્સએપ વેબ માટે વોઇસ અને વીડીયો કોલિંગ વિકલ્પો આપવામાં આવી શકે છે.

પ્રાપ્ત માહિતી મુજબ, આ ફીચર હેઠળ તમે વોટ્સએપ પર ઇનકમિંગ કોલ્સ પર એક અલગ વિંડો ખુલશે, જ્યાંથી તમે એક્સેપ્ટ અથવા ડીકલાઈન કરી શકો છો. વોટ્સએપ વેબ પરથી કોલ કરવા માટે જે વિંડો ઓપન થશે, તે રિસીવ થતી વિંડોથી અલગ હશે. હાલમાં,તેમાં ગ્રુપ કોલ્સનું ફીચર નથી,પરંતુ આવનાર સમયમાં આ ફીચર આવી શકે છે.

વોટ્સએપ તેના પ્લેટફોર્મને યુઝર્સ મૈત્રીપૂર્ણ બનાવવા માટે નવા પ્લેટફોર્મનો ઉપયોગ કરી રહ્યું છે. કેટલાક નવા ફીચરને બીટા વર્ઝનમાં ઉપલબ્ધ કરાઈ છે. જો કોઈ ફીચર કોઈ સમસ્યા વિના ચાલવાનું શરૂ કરે છે, તો પછીના વર્ઝનમાં તે અપડેટ કરવામાં આવે છે.

_Devanshi

Exit mobile version