બૉલિવૂડના મશહુર અને બિગબીના નામથી ફેમસ થયેલા અમિતાબ બચ્ચન પોતાના અભિનય સિવાય તેમની સાદગી અને શોહરતના માટે હર હંમેશા ચર્ચામાં રહ્યા છે, બિગબી કરોડોની પ્રોપર્ટી ઘરાવે છે , ત્યારે કોન બનેગા કરૉડપતિમાં બિગબીએ એક ખુલાસો કર્યો છે કે જેમાં તેમની કરોડોની પ્રોપર્ટીનું તેઓ શું કરશે? તે જણાવ્યું છે,તમને પણ જાણવાની આતુરતા હશે ,તો ચાલો જાણીયે અમિતાબ બચ્ચને શું કહ્યું તેમની કરોડોની પ્રોપર્ટી માટે,અને શું કરશે તેઓ તેમની કરોડૉની પ્રોપર્ટીનું ?
વાતજાણે એમ છે કે,કેબીસીમાં શુક્રવારના રોજ સમાજ સેવિકા સિંધુતાઈ સપકાલે પોતાની પુત્રી મમતા સાથે હાજરી આપી હતી,સિંધુતાઈ અનાથ લોકોની માતા તરીકે જાણીતા છે, તેઓ અનાથ બાળકોને પોતાના માનીને અપનાવે છે, ત્યારે કેબીસીમાં અમિતાબ બચ્ચને તેમને પૂછ્યું કે તમારા આશ્રમમાં દિકરાઓ વધુ છે કે પછી દીકરીઓ? ત્યારે સવાલના જવાબમાં સિંધુતાઈએ કહ્યું કે “દીકરીઓ વધારે છે,હું પહેલા દીકરીઓને અપનાવું છું, કારણ કે તેમના રક્ષણની મને ગરજ છે ”
ત્યાર બાદ અમિતાબ સિંધુતાઈને એક એવી નાની બાળકી વિશે જણાવતા કહે છે, કે જે બાળકી નાની હતી ત્યારે તેને કોઈ અજાણ વ્યક્તિ સિંધુતાઈના આશ્રમની બહાર મુકીને ચાલ્યું ગયુ હતું,ત્યારે તેના વીશે સિંધુતાઈ વાત શરુ કરે છે.“સિંધુતાઈ અને તેમની બાયોલૉજીકલ દીકરી મમતા એ કહ્યું કે,રાતના સમયે એક ફોન આવ્યો હતો કે તાઈ એક દીકરીનો જન્મ થયો છે ,શું તમે તેને લેશો,નહી તો પછી અમે વિચારીશું કે તેનું અમારે શું કરવું છે,ત્યારે સિંધુતાઈમાએ તે દીકરીને અપનાવી લીધી ”
મમતા આ વિશે આગળ કહે છે કે, તે બાળકી જ્યારે મા સિંધુતાઈ પાસે આવી ત્યારે ખૂબજ બિમાર હાલતમાં હતી ,તેને 10 દિવસ સુધી આઈસીયૂમાં રાખવામાં આવી હતી,પરંતુ છેવટે તે સાજી થઈ ગઈ હતી, આ સમગ્ર વાત સાંભળીને બિગબી ઈમોશનલ થઈ જાય છે.
ત્યારે અમિતાબ બચ્ચન કહે છે કે “કેટલીક વાર મે કહ્યું છે અને આજે ફરી કહું છું, હુ જ્યારે મૃત્યુ પામીશ ત્યારે જે કઈક મારી પાસે થોડી ઘણી સંપતિ છે તેને મારા સંતાનોમાં વહેચવામાં આવશે,તેના બે ભાગ થશે, મારી દીકરી અને દીકરા બન્નેને બરાબરીનો હીસ્સો મળશે કોઈ પણ સંજોગોમાં,” ઉલ્લેખનીય છે કે બિગબી તેમના બન્ને સંતાનોની ખુબજ નજીક છે,તેમનો સુમેળ ખુબજ સારો છે, તેઓ નવરાશની પળોમાં પોતાના સંતાનો સાથે સમય વિતાવે છે, અને બિગબી તેમના સંતાનો સાથેના ફોટૉઝ પણ સોશિયલ મીડિયામાં શૅર કરે છે.
2018માં જયા બચ્ચને રાજ્યસભા માટે સમાજવાદી પાર્ટીના તરફથી નામ દાખલ કર્યું હતું.નામાંકન વખતે જયા બચ્ચન તરફથી રજુ કરેલા શપથપત્રમાં આ સંપતિનું વિવરણ પણ કરવામાં આવ્યું હતું
સોગંદનામા મુજબ,આ કપલ પાસે 460 કરોડ રૂપિયાથી વધુની સ્થાવર સંપત્તિ છે. ઘણા દેશોમાં ઘણી બેંકોમાં આ બંનેના ખાતા પણ છે. આ દંપતીની ફ્રાન્સમાં મુંબઈ અને દિલ્હીના શહેરી વિસ્તારોમાં કેટલાક બંગલા ઉપરાંત 3175 ચોરસ મીટરમાં ફેલાયેલી એક શાહી સંપત્તિ છે. તેની પાસે નોઇડા, ભોપાલ, પુણે, અમદાવાદ અને ગાંધીનગરમાં પણ સંપત્તિ છે.