Site icon hindi.revoi.in

ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ : પીએમ મોદીએ કોહલીને પૂછ્યું, શું તમે પણ યો-યો ટેસ્ટ કરાવો છો?

Social Share

દિલ્લી: વિરાટ કોહલી દેશના સૌથી ફિટ ખેલાડીઓમાંથી એક છે. આ જ કારણ છે કે ફિટ ઈન્ડિયા મૂવમેન્ટની પહેલી વર્ષગાંઠ નિમિતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોહલીને પૂછ્યું હતું કે તેમની ફિટનેસનું રહસ્ય શું છે અને શું તે પણ તેનો યો-યો ટેસ્ટ કરાવે છે ? વડાપ્રધાને ગુરુવારે ભારત સરકાર દ્વારા શરૂ કરેલા આ અભિયાનની પ્રથમ વર્ષગાંઠ પર ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીને મળ્યા હતા. આ દરમિયાન બંને વચ્ચે રસપ્રદ સંવાદ થયો હતો.

કોહલી હાલમાં સંયુક્ત અરબ અમીરાતમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ રમી રહ્યા છે અને આ અભિયાનના એક વર્ષ બાદ ખાસ કરીને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા તેમની મુલાકાત વડાપ્રધાન સાથે થઈ હતી. આ સંવાદ દરમિયાન વડાપ્રધાને કોહલીને યો-યો ટેસ્ટ અને થાક વિશેના સવાલો પૂછ્યા, જેને વિરાટ કોહલીએ પોતાના અંદાજમાં જવાબ આપ્યો હતો. કોહલીએ કહ્યું કે, આજકાલ જીવનની માંગ વધી છે. જો તમે ફિટનેસને ઈમ્પ્રુવ નહીં કરો, તો પછી તમે ખેલમાં પાછળ રહી જશો. ખેલની સફળતા માટે માત્ર સ્કીલ જ નહીં, પણ શરીર અને મન કેટલું યોગ્ય છે, તે પણ મહત્વ ધરાવે છે.

વડાપ્રધાને કોહલીને પૂછ્યું કે તમે ક્યારેય થાક અનુભવતા નથી ? જેના પર કોહલીએ કહ્યું કે, સાચું કહું તો થાક બધા ને લાગે છે. જો તમે વધુ મહેનત કરો છો તો તમે થાક લાગશે. પરંતુ તમારી લાઈફસ્ટાઇલ સારી છે, સરખી રીતે જમો છો, ઊંઘ સારી આવે છે, તો તમારી રીકવરી ઝડપી થશે. જો હું થાકી રહ્યો છું અને એક મિનિટમાં ફરીથી તૈયાર થઇ જાવ છું, તો આ મારું પ્લસ પોઇન્ટ છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે આજકાલ ટીમ માટે યો-યો ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. શું કેપ્ટનને પણ આ ટેસ્ટ કરાવવો પડે છે ? આના પર ભારત અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમના કેપ્ટન કોહલીએ ફિટનેસ માટે યો-યો ટેસ્ટને ખૂબ જ મહત્વપૂર્ણ ગણાવ્યો હતો. કોહલીએ કહ્યું કે આનાથી ટીમનું ફિટનેસ લેવલ વધે છે. ટેસ્ટ મેચોમાં ફિટનેસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ટી 20 અને વનડેની તુલનામાં ટેસ્ટ મેચ પાંચ દિવસ સુધી રમવાની છે.

આમાં ફિટનેસ સ્ટાન્ડર્ડ વધુ મહત્વ ધરાવે છે. એટલા માટે જ હું યો-યો ટેસ્ટમાં પણ ભાગ લવ છે. જો હું ફેલ થઈશ, તો હું સિલેકશન માટે ઉપલબ્ધ રહીશ નહીં. સ્કીલ અમારી સાથે હંમેશાથી રહી છે, પરંતુ ફિટનેસ પણ ખુબ જ મહત્વપૂર્ણ છે. ફિટનેસને કારણે હવે અમારા પરિણામો વધુ સારા આવી રહ્યા છે. વિરાટ કોહલીએ કહ્યું કે, અમે જે પેઢીમાં રમવાનું શરૂ કર્યું હતું.. ત્યાં વસ્તુઓ ખૂબ જ ઝડપથી બદલાઈ ગઈ હતી.અમારા સ્કીલમાં કોઈ સમસ્યા ન હતી, પરંતુ ફિટનેસ પર પ્રભાવ પડી રહ્યો હતો. ફિટનેસ પ્રાયોરીટી હોવી જોઈએ. જો પ્રેક્ટિસ મિસ થઇ જઈ તો મને ખરાબ લાગશે નહીં. પરંતુ જો ફિટનેસ ચૂકી જઈશ તો તે ખરાબ લાગશે.

_Devanshi

Exit mobile version