Site icon hindi.revoi.in

ટિકટોક જેવી વધુ એક Snack Video એપ બની લોકોની પસંદ

Social Share

ભારતમાં ટિકટોક જેવી વધુ એક Snack Video એપ લોકોની પસંદ બની રહી છે અને તેનો સંબધ ચીન સાથે છે. અગાઉ ભારત સરકાર દ્વારા 59 ચાઇનીઝ એપ્સ પર પ્રતિબંધ મુકાયો હતો….ત્યારબાદ વધુ 15 એપ્સ પર પણ રોક લગાવવામાં આવી હતી. પ્રતિબંધીત થયેલી મોટાભાગની આ એપ્સ ટિકટોક જેવી શોર્ટ વીડિયો એપ્સ હતી. ત્યારે ભારતમાં ટિકટોક જેવી વધુ એક Snack Video એપ લોકોની પસંદ બની છે…

આ એપને ગુગલ પ્લે સ્ટોર પર 5 કરોડથી વધુ લોકોએ ડાઉનલોડ કરી છે. Snack Video પણ એક શોર્ટ વીડિયો એપ છે. જેમાં એડિટિંગ, લિપ સિંકિંગ અને સ્પેશિયલ ઈફેક્ટ જેવાં અનેક ફિચર્સ આપવામાં આવ્યા છે.

Snack Video એપ અન્ય દેશોમાં પણ ચાલી રહી છે…. ત્યાં Kwai એપના નામથી ચાલે છે. ભારતમાં પણ આ એપ હતી પરંતુ સરકારે તેના પર રોક લગાવી દીધી હતી. તેમ છતાં Snack Video એપ હજુ પણ ભારતમાં ચાલી રહ્યો છે અને હજુ સુધી સરકારે તેને પ્રતિબંધિત લિસ્ટમાં રાખી નથી.

ઉલ્લેખનીય છે કે આજે પણ ભારતીયો દ્વારા કેટલીક એવી એપ્લિકેશન વાપરવામાં આવી રહી છે જેના સર્વર ચીનમાં હોવાની શંકા છે. ભારત સરકાર દ્વારા ચીનને પાઠ ભણાવવા માટે અનેક પ્રકારના પગલા લેવામાં આવ્યા છે અને આગામી સમયમાં વધારે પગલા લેવામાં આવી શકે એમ છે.

ચીનના વેપારીઓ અને બિઝનેશમેન  આજે પણ આડકતરી રીતે ભારતમાં વેપાર  કરતા જોવા મળે છે અને ટૂંક સમયમાં ભારત સરકાર દ્વારા તેના પર પણ પગલા લેવામાં આવી શકે તેમ છે.

_Devanshi

Exit mobile version