Site icon hindi.revoi.in

આ કેવું ઈનામ! ચંદ્રયાન-2 રવાના થાય તે પહેલાજ ઈસરોના વૈજ્ઞાનિકોના પગાર કપાશે

Social Share

1996થી મળતી પ્રોત્સાહન કરમ મળતી થશે બંધ

વૈજ્ઞાનિકોને માત્ર પરર્ફોમંસ રિલેટેડ ઈંસેટિવ મળશે

ઈસરોમાં કેન્દ્ર સરકારનો નવો નિયમ લાગું

દરેકના પગારમાં 8 થી 10 હજારનું થશે નુકશાન

એક તરફ ચંદ્રયાન-2નું લોન્ચિંગ કરવામાં ઈસરોના કર્મચારીઓ પોતાની મહેનત પસીનો કરી રહ્યા છે ત્યારે બીજી તરફ કેન્દ્ર સરકાર આ કર્મચારીઓનો પગાર કાપવાના મૂડમાં છે , કેન્દ્ર સરકારે 12 જુન 2019ના રોજ એક રજુ કરાયેલા આદેશમાં જણાવ્યું છે કે ઈસરોના વૈજ્ઞાનિકોને 1996થી જે પ્રોત્સાહન વધારવા વેતનમાં વધારો મળતો હતો જે પ્રોત્સાહન રકમ હવે નહી મળે.
આ આદેશમાં કહેવામાં આવ્યું છે કે 1 જુલાઈ 2019થી પ્રોત્સાહન કરમ આપવાની બંધ કરી દેવામાં આવશે. આદેશ આપ્યા પછી ડી,ઈ,એફ અને જી વર્ગના વૈજ્ઞાનિકોને આ વેતન વધારો આપવામાં આવશે નહી, ઈસરોમાં અંદાજે 16 હજાર વૈજ્ઞાનિકો અને એન્જીનીયર છે પરંતુ સરકારના આ નિર્ણયથી ઈસરોના અંદાજે 80 થી 85 ટકા વૈજ્ઞાનિકો અને એન્જીનીયરોના પગારમાં 8 થી 10 હજાર રુપિયાનું નુકશાન થશે કારણ કે વધુ કરીને કર્મચારીઓનો સમાવેશ આ વર્ગની શ્રેણીમાં જ થાય છે.

જાણવા મળતી માહિતી મુજબ આ પ્રોત્સાહન રકમ દરેક કર્મચારીઓને પ્રોત્સાહિત કરવા અને કોઈ પણ કર્મચારી નોકરી છોડીને જતો ન રહે તે માટે તથા ઈસરો માટે તેમની ફરજ બનીરહે તે હેતુસર 1996માં આ રકમ પવાનું નક્કી કરવામાં વ્યું હતું , કેન્દ્ર સરકાર તરફથી રજુ કરવામાં આવેલા આદેશમાં એમ કહેવામાં આવ્યું છે કે છટ્ટા પગાર પંચ મુજબ નાણા મંત્રાલય અને વ્યય વિભાગે અંતરીક્ષ વિભાગને સલાહ કરી છે કે આ પ્રોત્સાહન રકમને આપવાનું બંધ કરીદો. આ રકમના બદલામાં માત્ર પરર્ફોમંસ રિલેટેડ ઈંસેટિવ સ્કીમ લાગુ કરવામાં આવે. જ્યારે અત્યાર સુધી ઈસરો પાતાના કર્મચારીઓને પ્રોત્સાહન રકમ અને પીઆરઈએસ બન્નેનો લાભ આપતી હતી પરંતું હવે કેન્દ્ર સરકારના નિર્ણયના કારણે પ્રોત્સાહન રકમ બંધ કરવામાં આવી છે.

Exit mobile version