Site icon hindi.revoi.in

તમિલના જાણીતા અભિનેતા વિવેકનું  59 વર્ષની વયે ચેન્નઈની હોસ્પિટલમાં વહેલી સવારે થયું નિધન

Social Share

મુંબઈ – તમિલ ફિલ્મના જાણીતા અભિનેતા વિવેકનું શનિવારના રોજ ચેન્નઈની એક હોસ્પિટલમાં નિધન થયું હતું. હોસ્પિટલે આપેલી જાણકારી પ્રમાણે આ અભિનેતાનું સવારે 4 વાગ્યેને 35મિનિટે  નિધન થયું હતું. તેમનો પાર્થિવદેહ અંતિમ વિધિ માટે તેમના નિવાસસ્થાન પર પહોંચડાવામાં આવ્યો છે. વિતેલા દિવસને શુક્રવારે, તેમને છાતીમાં દુખાવાની ફરિયાદ પછી સ્તબ્ધ થઈ જતા ચેન્નઈની વડાપલાની સ્થિત એસઆઈએમએસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સઘન સંભાળ માટે તેમને ઇસીએમઓ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા હતા.

મળતી માહિતી મુજબ શુક્રવારે સવારે 11 વાગ્યે તેમને બેભાન અવસ્થામાં હોસ્પિટલના ઇમરજન્સી રૂમમાં લાવવામાં આવ્યા હતા. તબિયત બગડતી જોઈને પત્ની અને પુત્રી હોસ્પિટલમાં દોડી આવ્યા હતા. હોસ્પિટલે આ મામલે કહ્યું કે,તેઓનું અચાનક એક્યુટ કોરોનરી સિન્ડ્રોમથી કાર્ડિયોજેનિક આંચકાને કારણે મોત થયું છે. જેને કોરોના વેક્સિન સાથે કોઈ લેવા દેવા નથી. તેમજ અહેવાલમાં જણાવાયું છે કે, તેઓ કોરોના નેગેટિવ હતા, તેઓ પ્રથમ વખત આવ્યા તેમને ત્યારે બ્લડપ્રેશર હતું.

ઉલ્લેખનીય છે કે, સ્વાસ્થ્ય જાગૃતિ ફેલાવવા માટે અભિનેતાને ગુરુવારે સ્ટેટ એમ્બેસેડર જાહેર કરવામાં આવ્યા હતા. ગુરુવારે તમિલનાડુની સરકારી હોસ્પિટલમાં 59 વર્ષીય હાસ્ય કલાકારે કોવિડ 19ની વેક્સિન કોવિસિનનો ડોઝ  લીધો હતો અને અન્ય લોકોને પણ વેક્સિન લેવાની પ્રેરણા આપી હતી

દક્ષિણ તમિલનાડુના કોવિલપટ્ટીમાં જન્મેલા, વિવેકે 1980 માં કરિયરની શરુઆત કરી હતી, વરિષ્ઠ નિર્દેશક કે બલાચંદર સાથે સહાયક નિર્દેશક અને સ્ક્રિપ્ટ લેખક તરીકેની કારકિર્દીની શરૂઆત કરી. વિવેકની પ્રતિભાથી ખુશ, બાલચંદરે તેમને વર્ષ 1987 માં તમિલ ફિલ્મ મનાદિલ ઉરુડી વેન્ડુમમાં નાનો રોલ ઓફર કર્યો હતો.

દિગ્દર્શકે તેમને પોતાની આગામી ફિલ્મ ‘પુડુ પુડુ અર્તગલ’માં પણ કાસ્ટ કર્યા હતા. આ ફિલ્મમાં વિવેકે તેમની શાનદાર કોમેડી દ્વારા બધાને આકર્ષ્યા હતા. આ ફિલ્મમાં તેમનો ડાયલોગ ‘ઇનક્કી સેતા નાલકી પાલ’ ખૂબ પ્રખ્યાત થયો હતો. આ પછી, તેમણે ક્યારેય પાછળ ફરીને જોયું નહીં. અભિનેતાએ સોલો કોમેડિન તરીકે પણ પોતાની ઓળખ બનાવી છે. તેઓ એ 90 ના દાયકાથી લોકપ્રિયતા પ્રાપ્ત કરવાનું શરૂ કર્યું, જે આગામી બે દાયકા સુધી ચાલુ રહ્યું.

સાહિન-

Exit mobile version