Site icon hindi.revoi.in

હવામાન વિભાગની આગાહીઃ આગામી 3-4 દિવસમાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ

Social Share

હાલ જ્યારે ચોમાસુ ચાલી રહ્યું છે ત્યારે દક્ષિણ ગુજરાતને વરસાદે પોતાની ઝપેટમાં લીધુ છે. છેલ્લા અઠવાડીયાથી આ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે,નદી કાંઠાના વિસ્તારોમાં પુર જેવી સ્થિત જોવા મળી રહી છે જ્યારે ગુજરાતના અન્ય વિસ્તારોમાં પણ છૂટોછવાયો વરસાદ જોવા મળ્યો છે.
દક્ષિણ ગુજરાતમાં સક્રિય થયેલી સાયક્લોનિક સિસ્ટમથી બે-ત્રણ દિવસ ભારે વરસાદ ખેંચી રહી છે. ખાસ કરીને આ સિસ્ટમને કારણે દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ પડી રહ્યો છે. આ સિસ્ટમ સોમવારે પણ સક્રીય બની ર છે. દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી તથા વાપીમાં ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે.
જ્યારે ગુજરાતના કચ્છમાં હાલ વરસાદની નહીવત પ્રમામમાં જોવા મળશે તો અમદાવાદમા પમ વરસાદનું પ્રમામ ખુબ જ છુ જોવા મળ્યુ છે ત્યારે સૌરાષ્ટમાં ભાવનગર અને બોટાદમાં વધુ વરસાદ પડવાની સંભાવના છે. સૌરાષ્ટના બાકીના વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે. જ્યારે અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ બની રહેશે, તથા આગામી દિવસોમાં અમદાવાદમાં સામાન્ય વરસાદ પડે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.
રાજ્યમાં વરસાદના વિરામની વચ્ચે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં આગામી 24 કલાક ભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતને 48 કલાકમાં જળબંબાકાર બનાવીને ગઈકાલથી વલસાડમાં વરસાદનું જોર ઓછુ થયું છે જ્યારે હવામાન વિભાગની આગાહી જોઈએ તો આગામી બે-ત્રણ દિવસમાં ભારે વરસાદની સંભાવના છે, હવામાન ખાતાની આગાહી મુજબ ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, રાજસ્થાનમાં ભારે વરસાદ પડી શકે છે
જ્યારે અરબ સાગરમાં 50 કિ.મી.ના ઝડપે પવન ફૂંકાય તેમ માનવામાં આવી રહ્યુ છે દેશના જૂદા જૂદા 17 રાજ્યોમાં વરસાદનું પ્રમાણ વધતું જોઈ શકાશે,દરિયા કિનારા વાળા વિસ્તારમાં લોકોને સાવચેતીના સુચનો આપવામાં આવ્યા છે .વાપીમા 15 કલાકમાં 15 ઈંચ વરસાદ વરસતા જાણે આભ ફાટ્યું હોય તેવી સ્થતિ જોવા મળી છે.

સુરત જિલ્લાને બાદ કરતાં સમગ્ર દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની મહેર રવિવારે પણ યથાવત રહી હતી. ખાસ કરીને વલસાડ જિલ્લામાં મેઘરાજાએ જોરદાર બેટિંગ કરતા કેટલાય ઘરોમાં પણ પાણી ભરાઇ જવા પામ્યા હતા. છેલ્લા ૧૫ કલાકમાં વાપીમાં ૧૫ ઇંચ, ઉમરગામમાં ૧૩ ઇંચ, કપરાડામાં ૧૦ ઇંચ, ધરમપુરમાં ૭ ઇંચ જ્યારે દમણમાં ૧૪ કલાકમાં ૧૧ ઇંચ વરસાદ જોવા મળ્યો હતો. તો વધુ વરસાદના કારણે અનેક નાના મોટા ડેમ છલકાયા હતા તો વધુ પાણી ડેમમાં આવવાના કારણે ડેમમાંથી પાણી પણ છોડવામાં આવ્યું હતુ જેને લઈને અનેક નદીઓ બન્ને કાંઠે વહેતી થઈ હતી. આમ કહી શકાય કે વરસાદનું જોર દક્ષિણ ગુજરાતમાં વધુ જોવા મળ્યું છે.

Exit mobile version