Site icon Revoi.in

ગુજરાતના વાતાવરણમાં પલ્ટાની હવામાન વિભાગની આગાહી, માવઠાની શકયતા

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં નવા કેલેન્ડર વર્ષ 2021ના પ્રારંભ સાથે હવામાન વિભાગ દ્વારા વાતાવરણમાં પલટાની અને માવઠાની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર તા. 2 અને 3 જાન્યુઆરીના રોજ વાતાવરણમાં પલટો આવશે. જેથી ઠંડીમાં આંશિક રાહત મળવાની પણ શકયતા છે.

ઉત્તરભારતમાં પડેલી હિમ વર્ષાના કારણે ગુજરાતમાં શીત લહેરનું મોજુ ફરી વળ્યું છે. તેમજ અમદાવાદ સહિત રાજ્યભરની જનતા કડકડતી ઠંડી અનુભવી રહ્યાં છે. દરમિયાન હવામાન વિભાગે તા. 2 અને 3 જાન્યુઆરીના રોજ વાતાવરણમાં પલ્ટાની આગાહી કરી છે. ત્યાર બાદ તા. 11મી જાન્યુઆરીથી 13મી જાન્યુઆરી સુધી વાતાવરણમાં પલટો આવશે. તેમજ રાજ્યના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.

આવતીકાલથી બે દિવસ મુખ્યત્વે ઉતર તથા પૂર્વ ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદ થવાની શકયતા છે. ફેબ્રુઆરી માસમાં વધુ કાતિલ ઠંડીનો દોર સર્જાવાની શકયતા છે. રાજયમાં એક ડઝનથી વધુ શહેરોમાં છેલ્લા ત્રણેક દિવસથી તાપમાનનો પારો સીંગલ ડીજીટમાં પહોંચ્યો હતો.