Site icon hindi.revoi.in

પાકિસ્તાનથી ડ્રોન મારફત સપ્લાય થયા હતા હથિયાર , NIA કરશે આ મામલે તપાસ

Social Share

પંજાબના તરનતારનમાં પાકિસ્તાની ડ્રોનથી હથિયાર સપ્લાય કરવાના કેસમાં એનઆઈએ હવે તપાસ કરશે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગૃહમંત્રાલયે આ સંપૂર્ણ તપાસ એનઆઈએને સોંપી છે. એનઆઈએની ટીમ ટૂંક સમયમાં ઘટના સ્થળે પોહંચીને સમગ્ર મામલાની તપાસ કરશે.

ઉલ્લેખનીય છે કે,પંજાબ પોલીસે તરનતારનમાં ભિખીવિંદ રોડ પર છબાલ વિસ્તારમાં આવેલા ચોખાના ગાડાઉનમાંથી અડધું બળીગયેલું ડ્રોન મળી આવતા તેને ઝપ્ત કર્યું હતું,દસ કિલોગ્રામ વજન ઉપાડવા માટે સક્ષમ જીપીએસથી સજ્જ ચાઇનીઝ ડ્રોને હથિયાર,દારૂગોળો અને નકલી ચલણ ઉતારવા માટે પાકિસ્તાનથી આ ડ્રોને 8 વાર ઉડાન ભરી હતી.

Exit mobile version