Site icon hindi.revoi.in

દેશના જવાનોનું કર્જ ક્યારેય ઉતારી શકીશું નહીં આપણે, 50 ડિગ્રી તાપમાનમાં પણ સીમા પર છે સતર્ક

Social Share

જયપુર: ગરમી ઓકતા ઉનાળાથી અડધો દેશ હેરાન-પરેશાન છે. તો દેશના જવાનો આ ધોમધખતા તડકા અને ગરમીમાં પોતાની ફરજને સંપૂર્ણપણે નિભાવી રહ્યા છે. એક તરફ સૂરજ ગરમી વરસાવી રહ્યો છે, તો બીજી તરફ ધરતી અંગારાની જેમ ગરમ થઈ ચુકી છે, પરંતુ સીમા સુરક્ષા દળના જવાનોની હિંમત આગળ આ ગરમી પણ હારતી દેખાઈ રહી છે.

તપતી ધરતી પર કદમ તાલ કરતા વાનની તસવીરો રાજસ્થાનની ભારત-પાકિસ્તાન સરહદની છે. આ જેસલમેરની બોર્ડર પર બીએસએફના જવાનો 52 ડિગ્રી તાપમાનમાં પણ સીમાની સુરક્ષામાં લાગેલા છે. રાજસ્થાનની પશ્ચિમી સીમા જેસલમેર, બાડમેર, શ્રીગંગાનગરમાં તાપમાન 50થી 55 ડિગ્રી નોંધાય છે. તપતી ધરતીમાં રણમાં ચાલવું અંગારા પર ચાલવાથી ઓછું નથી અને બીએસએફના જવાનો સતત સરહદ પર પેટ્રોલિંગ કરી રહ્યા છે.

પાણી પીવા માટે ઘણાં માઈલો સુધી ચાલવું પડે છે, દૂર દૂર સુધી વૃક્ષોનો છાંયડો અને પીવાના પાણીનું એક ટીપું પણ નથી. બસ ચારે તરફ અહીં ચમકતી રેતી છે. પરંતુ બીએસએફના જવાનો સીમા પારની કોઈપણ નાકાપક હરકતને જવાબ આપવા માટે સતર્ક બેઠા છે. બીએસએફના જવાનોના આ જોશને આખો દેશ સલામ કરી રહ્યો છે. દેશવાસીઓ જવાનોના કર્જને ક્યારેય ચુકવી શકશે નહીં.

Exit mobile version