અમદાવાદ: પાકિસ્તાનને લઈને એક વાત કહીં શકાય કે “બાજુઓમેં દમ નહીં, હમ કીસી સે કમ નહીં” ભારતમાં રફાલ પ્લેન આવશે અને પાકિસ્તાનની ચિંતા વધશે.. આ વાત માત્ર ભારતીય સેના અને સરકારને જ નહીં પણ દરેક ભારતવાસી જાણતો હતો. પાકિસ્તાનના આર્મીને પ્રવક્તા જનરલ બાબર ઈફ્તિકારએ કહ્યું કે પાકિસ્તાન ચિંતામાં છે કારણ કે ભારત પોતાનું સૈન્ય બજેટ સતત વધારી રહ્યું છે. બાબર ઈફ્તિકારએ કહ્યું કે ભારતીય સેના ભલે રફાલ વિમાન ખરીદી લે પણ પાકિસ્તાનની સેના ભારતને જવાબ આપવા સક્ષમ છે.
પાકિસ્તાનના સ્વતંત્રતા દિવસ પર બાબર ઈફ્તિકારએ કહ્યું કે ભારતનો સૈન્ય ખર્ચ દુનિયામાં સૌથી વધારે છે અને ભારત હથિયારોની દૌડમાં સામેલ છે.
થોડા દિવસ પહેલા પાકિસ્તાના ફાસ્ટ બોલર શોએબ અખ્તરે પણ વાત કહી હતી કે જો પાકિસ્તાની સેનાનું બજેટ વધતું હોય તો તેઓ ઘાસ ખાવા પણ તૈયાર છે અને હવે પાકિસ્તાનની આર્મીના પ્રવક્તા જનરલ ઈફ્તિકારે પણ આડકતરી સેનાનું બજેટ ઓછું હોવાનું કહી દીધું છે.
બાબર ઈફ્તિકારે કહ્યું કે ભારતના રક્ષા ખર્ચ અને અમારા રક્ષા બજેટનું અંતર પારંપરીક સંતુલનને બગાડી શકે છે અને વિશ્વ સમુદાયે પણ આ બાબતે ધ્યાન રાખવું જોઈએ. બાબર ઈફ્તિકારે ખુલ્લેઆમ કહી દીધુ કે પાકિસ્તાનના રક્ષા બજેટના 17 ટકા આર્મી પર ખર્ચ કરવામાં આવે છે અને છેલ્લા 10 વર્ષથી પાકિસ્તાની સેનાનું બજેટ સતત ઘટી રહ્યું છે. જો કે હસવા જેવી વાત એ છે કે આવા ડિંગા મારતા સમયે પણ બાબરે કહ્યું કે ભલે રૂપિયા ઓછા મળી રહ્યા છે પરંતુ પાકિસ્તાની સેના દુશ્મનોનો સામનો કરવા માટે સક્ષમ છે.
પાકિસ્તાનના આર્મી પ્રવક્તાના નિવેદનો પરથી જાણવા મળે છે કે મનમાં ડર છે પણ બહાર આવા દેવાનો નથી. ભારતના રફાલ કે એસ-400 મિસાઈલથી ડર નથી પણ ભારતના રક્ષા બજેટથી પાકિસ્તાનને ડર છે તે વાત આર્મી પ્રવક્તાના નિવેદનો પરથી જરૂર દેખાઈ આવે છે.
પાકિસ્તાને પોતાની મંદ બુદ્ધિનો પ્રયોગ કરીને સાઉદી અરબને ધમકી આપી હતી અને તેમાં જણાવ્યું હતું કે સાઉદીએ કાશ્મીર મુદ્દે નેતૃત્વ માટે આગળ આવવું જોઈએ અને આમ નહીં થાય તો પાકિસ્તાન સાઉદીથી અલગ જઈને કાશ્મીર મુદ્દે અન્ય દેશો સાથે બેઠક કરવા મજબૂર થઈ જશે. જો કે સાઉદીની ધમકી આપવાની અસર એવી થઈ કે સાઉદીએ પાકિસ્તાનને પેટ્રોલ અને પૈસા આપવાનું બંધ કરી દીધુ અને હવે પાકિસ્તાનના આર્મી ચીફ કમર બાજવા સાઉદીને મનાવવા સાઉદી અરબ જશે.
_VINAYAK