Site icon hindi.revoi.in

હાઈકોર્ટમાં બોલી કેજરીવાલ સરકાર – દિલ્હીના કોઈપણ વિસ્તારમાં કર્ફ્યુ લાગૂ કરવામાં આવશે નહીં

Social Share

દિલ્લી: દેશમાં કોરોનાએ ફરી હાહાકાર મચાવ્યો છે ત્યારે દિનપ્રતિદિન કોરોનાના કેસમાં અને મૃત્યુઆંકમાં સતત વધારો થતો જોવા મળે છે. કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે ઘણા રાજ્યોમાં નાઇટ કર્ફ્યું લાદવામાં આવ્યું છે. પંજાબ, હિમાચલ પ્રદેશ, ગુજરાત, છતીસગઢ, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં નાઇટ ફર્ફ્યું લગાવવામાં આવ્યું છે ત્યારે હવે દેશની રાજધાનીમાં નાઇટ કર્ફ્યુ લાદવામાં આવી શકે છે.

દિલ્હી હાઇકોર્ટે ગુરુવારે દિલ્હી સરકારને પૂછ્યું હતું કે, તેના પર વિચાર કરવામાં આવી રહ્યો છે. કોર્ટ એ જાણવા માંગતી હતી કે, સરકારની રાતે અથવા વીકેંડ પર કર્ફ્યુ લાદવાની કોઈ યોજના છે કે કેમ. આના પર દિલ્હી સરકાર દ્વારા કહેવામાં આવ્યું હતું કે, કોઈ પણ વિસ્તારમાં હાલમાં નાઈટ કર્ફ્યુ અંગે નક્કી કરવામાં આવ્યું નથી,પરંતુ તેની સક્રિય ચર્ચા થઈ રહી છે. જો કોરોના કેસ વધતા રહ્યા તો દિલ્હીમાં કેટલાક નિયંત્રણો લાદવામાં આવી શકે છે.

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે બુધવારે જાહેર કરેલા નવા માર્ગદર્શિકામાં રાજ્યોને નાઇટ કર્ફ્યુ અથવા વીકેંડ પર પાબંધીઓ પર છૂટ આપવામાં આવી છે. પરંતુ લોકડાઉન પહેલાં મંજૂરી લેવાની રહેશે.

આ પહેલા દિલ્હી હાઈકોર્ટે આપ સરકારને કોવિડ -19 સાથેના વ્યવહાર માટે સંક્રમિત લોકોના સંપર્કમાં આવનારા લોકોની તપાસ અને ઓળખ પર ધ્યાન કેન્દ્રિત કરવા જણાવ્યું હતું. હાઈકોર્ટે એમ પણ કહ્યું હતું કે તપાસના પરિણામો હજી 24 કલાકમાં આવી રહ્યા નથી અને તેને તપાસવાની જરૂર છે.

કોર્ટે દિલ્હી સરકારને એમ પણ કહ્યું હતું કે, કોવિડ -19 ની તપાસના પરિણામો મોબાઇલ ફોન પર આપવાનો પ્રયાસ કરે.

_Devanshi

Exit mobile version