Site icon hindi.revoi.in

વોર્નિંગ બેલઃ દુનિયામાં વધી રહ્યાં છે કોરોનાના કેસ, ભારતમાં મૃત્યુદર સૌથી ઓછો

COVID-19 Coronavirus Greatest Danger on a World Map on a digital LCD Display Map source: https://www.nasa.gov

Social Share

દિલ્હીઃ ભારત સહિત દુનિયાના મટાભાગના દેશોમાં કોરોના વાયરસના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યાં છે. જો કે, રાહતની વાત એ છે કે, ભારતમાં કોરોના વાયરસની મહામારીમાં મૃત્યુદર ઓછો હોવાનો કેન્દ્ર સરકારે દાવો કર્યો છે. ભારતનો રિકવરી રેટ 93.8 ટકા જેટલો છે. જ્યારે મૃત્યુદર લગભગ 1.45 ટકા જેટલો હોવાનું જાણવા મળે છે. આવી જ રીતે દુનિયામાં કોરોના વાયરસને કારણે મૃત્યુદર લગભગ 3 ટકા જેટલો છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ભારતમાં કોરોનાવાયરસના પ્રસારને અટકાવવામાં તેમજ મૃત્યુ દર ઓછો રાખવામાં અન્ય દેશો કરતાં ઘણી સફળ રહી છે. દરેક રાજ્યને કેસ ઘટાડવા અને ટેસ્ટ વધારવા માટે સતત સૂચના આપવામાં આવી છે અને દરેક રાજ્યોમાં ટેસ્ટની પ્રક્રિયાને વધારે તેજ બનાવવામાં આવી છે. દરમિયાન 24 કલાક દરમિયાન 496 જેટલા દર્દીઓના મૃત્યુ થયા હતા. જે પૈકી 71 ટકા દર્દીઓ 8 રાજ્યોના હતા. આમ છતાં વિશ્વના અન્ય દેશો પર નજર કરીએ તો મૃત્યુનું પ્રમાણ સૌથી વધુ વિદેશોમાં રહ્યું છે પરંતુ ભારતમાં મૃત્યુ દર સૌથી નીચો રહ્યો છે અને તે કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારોની મહેનતનું પરિણામ છે.

ભારતમાં કોરોના વાયરસના કેસ સતત વધતા ટેસ્ટીંગ વધારવામાં આવ્યું છે. તેમજ કોવિડના દર્દીઓને યોગ્ય સારવાર મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. એટલું જ નહીં કોવિડની રસની કામગીરી પણ ઝડપથી આગળ વધી રહી છે.

Exit mobile version