ટ્રેનમાં મુસાફરી કરનારાઓ માટે એક સારા સમાચાર આવ્યા છે,ભારતીય રેલવે તેમના મુસાફરોને એક મોટી ભેટ આપવા જઈ રહી છે,જે મુંજબ તમારી માંગ પ્રમાણે ટ્રેન ચાલશે,તેમની આ પહેલથી ટ્રેનમાં વેટિંગની ઝંઝટમાંથી છૂટકારો મળશે.
ચાલો જાણીયે,એવી તો શું છે ભારતીય રેલવેની ખાસ યોજના
ન્યૂઝ એજન્સી પીટીઆઈ મુજબ રેલવે વિભાગ આવનારા 4 વર્ષમાં દિલ્હી-મુંબઈ અને દિલ્હી-હાવડા માર્ગ પર માંગણી મુજબ રેલવે ચલાવવાની તૈયારી કરી રહ્યા છે,આ ટ્રેન મુસાફરોને વેટિંગ લીસ્ટની ઝંઝટમાંથી મુકિત અપાવશે,આ સંદર્ભે રેલવે બોર્ડના અધ્યક્ષ વીકે યાદવે જાણકારી આપી છે.
વીકે યાદવના જણાવ્યા મુજબ, સમર્પિત માલ ગલિયારે(ડીએફસી)ના 2021 સુધી બન્યા બાદ આ શક્ય બનશે,આ બન્ને માર્ગો પર સમર્પિત માલ ગલિયારેનું નિર્માણ 2021 સુધી પુરુ થવાથી માલગાડીઓ હાલના રેલ માર્ગથી ખસી જશે,જેનાથી તે માર્ગ પર અધિકયાત્રી ટ્રેન ચલાવવામાં આવશે.
યાદવે વધુમાં કહ્યું કે,ઉત્તર-દક્ષિણમાં દિલ્હી-ચેન્નાઈ,પૂર્વ-પશ્વિમમાં મુંબઈ-હાવડા અને ખડગપુર વિજયવાડા સમર્પિત માલ ગલારે પર કામ ચાલી રહ્યું છે,અને આગળના એક વર્ષની અંદર લોકેશન સર્વેનું કામ પણ પુરુ થઈ જશે,આ ડીએફસી અંદાજે 6 હજાર કિલો મીટર વાળું હશે જેને આગલા 10 વર્ષમાં પુરુ કરવામાં આવશે,તેમણે વધુમાં જણાવ્યું કે,જ્યારે કાર્ય પુરુ થઈ જશે ત્યારે અમારા પાસે ખુબ વધુ ક્ષમતા હશે મે કેટલીક વધારાની ટ્રેનો પણ દોડતી કરી શકીશું