- બિહારમાં 78 વિધાનસભા બેઠકો પર ચાલી રહ્યું છે મતદાન
- આજે મતદાનનો ત્રીજો અને છેલ્લો તબક્કો
- પીએમ મોદીએ રેકોર્ડ વોટિંગ માટે કરી અપીલ
- સરકારના નિયમોનું પાલન કરવાની કરી અપીલ
પટના: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિહાર વિધાનસભાના ત્રીજા તબક્કામાં લોકોને વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરવા માટેની અપીલ કરી છે. તેમણે ટ્વિટ કરીને બિહારની જનતાને અપીલ કરી છે કે, તે લોકતંત્રના આ પાવન પર્વમાં ભાગીદાર બંને અને વોટિંગનો નવો રેકોર્ડ બનાવે. તેમણે લોકોને માસ્ક પહેરવા અને સોશિયલ ડીસ્ટેસિંગનું પાલન કરવાની પણ અપીલ કરી છે.
પીએમ મોદીએ ટવિટ કરીને કહ્યું કે, બિહાર વિધાનસભાની ચૂંટણીમાં આજે મતદાનનો ત્રીજો અને છેલ્લો તબક્કો છે. તમામ મતદારોને મારી વિનંતી છે કે, તે વધુમાં વધુ સંખ્યામાં લોકતંત્રના આ પાવન પર્વમાં ભાગીદાર બંને અને નવો વોટિંગ રેકોર્ડ બનાવે. અને હા, માસ્ક પહેરવા અને સોશિયલ ડીસ્ટેસિંગનું પણ જરૂરથી પાલન કરવું.
બિહાર વિધાનસભા ચૂંટણીના ત્રીજા અને અંતિમ તબક્કા અંતર્ગત આજે 78 વિધાનસભા મત વિસ્તારોમાં મતદાન ચાલી રહ્યું છે. રાજ્યની 243 સદસ્યોની વિધાનસભાના ત્રીજા અને અંતિમ તબક્કામાં જે 78 વિધાનસભા બેઠકો પર મતદાન થઇ રહ્યું છે.તે 15 જિલ્લાઓમાં સ્થિત છે. મતદાનમાં લગભગ 2.34 કરોડ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. વિધાનસભાના સ્પીકર અને રાજ્ય મંત્રીમંડળના 12 સભ્યો સહિત 1204 ઉમેદવારો મેદાનમાં છે.
_Devanshi