Site icon hindi.revoi.in

જાણીતા ખેડૂત નેતા, સહકારી આગેવાન અને ભાજપના નેતા વિઠ્ઠલભાઈ રાદડિયાનું નિધન

Social Share

ઘણાં લાંબા સમયથી બીમાર ગુજરાતના ભૂતપૂર્વ પ્રધાન વિઠ્ઠલભાઈ રાદડિયાનું 60 વર્ષની વયે નિધન થયું છે. તેઓ સૌરાષ્ટ્રના દિગ્ગજ પાટીદાર નેતા, ખેડૂત નેતા અને સહાકારી આગેવાન હતા. ભાજપના ભૂતપૂર્વ સાંસદ વિઠ્ઠલભાઈ રાદડિયાએ આજે સવારે અંતિમ શ્વાસ લીધો હતો.

વિઠ્ઠલભાઈ રાદડિયાના પુત્ર જયેશ રાદડિયાએ તેમના પિતાના નિધનના સમાચાર ટ્વિટ કરીને આપ્યા છે.

તેમના અંતિમ દર્શન 30 જુલાઈના રોજ સવારના 7 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી કન્યા છાત્રાલય જામકંડોરણા ખાતે રાખવામાં આવશે. જ્યારે સ્મશાન યાત્રા 30 જૂલાઈના રોજ એક વાગ્યે તેમના નિવાસ સ્થાને(જામકંડોરણા)થી નીકળશે.

વિઠ્ઠલ રાદડિયાના પાર્થિવ શરીરને દર્શન માટે આજે તેમના નિવાસ્થાન બહાર મૂકવામાં આવશે. વિઠ્ઠલ રાદડિયા વર્ષ 2014થી  2019 સુધી પોરબંદરના સાંસદ રહી ચુક્યા છે.  વિઠ્ઠલ રાદડિયા છેલ્લે પોરબંદરમાંથી સાંસદ હતા. 2019ની લોકસભાની ચૂંટણીમાં બીમારીને કારણે ભાજપ તરફથી તેમના બદલે રમેશ ધડૂકને ટિકિટ આપવામાં આવી હતી.

સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા વિઠ્ઠલ રાદડિયા 1990થી સતત પાંચવાર તેઓ વિધાનસભામાં ચૂંટાયા છે. મોટા ગજાનાં નેતા તરીકે તેમને હાલમાં જ થનારા કેન્દ્રિય મંત્રીમંડળ વિસ્તરણમાં સ્થાન પણ આપવાની વાતો ચાલી હતી. જોકે વિસ્તરણ પાછું ઠેલાયું હતું. દરમિયાન ભાજપે રાદડિયાની બંદૂકવાળી ઘટનાની નિંદા કરી છે.

Exit mobile version