Site icon hindi.revoi.in

પરિવાર સાથે પોતાના પૈતૃક ગામ પહોંચ્યા NSA અજીત ડોભાલ, ગ્રામજનોએ કર્યું ભવ્ય સ્વાગત

Social Share

પૌડી: ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ પોતાના પૈતૃક ગામ પહોંચ્યા છે. અજીત ડોભાલ પોતાના પરિવાર સાથે શનિવારે પૌડી પહોંચ્યા હતા. પૈતૃક ગામ ધીડી પહોંચ્યા બાદ ત્યાંના ગ્રામજનોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. અજીત ડોભાલે અહીં દેવી મંદિરમાં પરંપરાગત પૂજાઅર્ચના કર હતી.

શનિવારે સવારે લગભગ સાડા આઠ વાગ્યે તેઓ પોતાના પૈતૃક ગામ ધીડી ખાતેના બાલકુંવારી મંદિર પહોંચ્યા હતા. ત્યારે મંદિરના માર્ગમાં 100 મીટર સુધી મંદિર તરફ ચાલતા ગ્રામીણોએ ઢોલ વગાડીને તેમનું સ્વાગત પણ કર્યું હતું. એનએસએ ડોભાલ તેમની પત્ની અને મોટા પુત્ર સાથે ગામની વાર્ષિક પૂજામાં ભાગ લેવા માટે અહીં આવ્યા હતા.

તેમણે લગભગ એક કલાક સુધી પરિવારના સદસ્યો સાથે કુળદેવી બાલકુંવારીની પૂજાઅર્જના કરી હતી. પૂજા બાદ તેઓ ગ્રામીઓને મળ્યા હતા અને તેમના હાલચાલ પણ પુછયા હતા. બાદમાં તેઓ દિલ્હી માટે રવાના થયા હતા. અંગત કાર્યક્રમને કારણે પૌડી જિલ્લા મુખ્યમથક પહોંચવાની જાણકારીને ગુપ્ત રાખવામાં આવી હતી. શુક્રવારે સાંજે પૌડી પહોંચવા પર એનએસએ અજીત ડોભાલનું સર્કિટ હાઉસમાં ગઢવાલના કમિશનર ડૉ. બીવીઆરસી પુરુષોત્તમ, જિલ્લાધિકારી ધીરજસિંહ ગર્બયાલ, વરિષ્ઠ પોલીસ અધિક્ષક દિલીપસિંહ કુંવરે સ્વાગત કર્યું હતું.

આ પહેલા ડોભાલ 2014માં પણ 22 જૂને જ વાર્ષિક પૂજામાં ભાગ લેવા માટે પોતાના ગામ ધીડી પહોંચ્યા હતા. પહાડ અને ગામ પ્રત્યેનો લગાવ જ તેમને અહીં ખેંચી લાવે છે. તે વખતે તેમણે મીડિયાથી અંતર રાખ્યું હતું. સ્થાનિક લોકોનું કહેવું છે કે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર થાય બાદ ઉચ્ચ પદે આસિન અજીત ડોભાલ પોતાના ગામ પ્રત્યે અનન્ય લગાવ ધરાવે છે.

Exit mobile version