- ગૂગલ પર પ્રશંસકોની ચાહ… વિરાટ…વિરાટ !
- છેલ્લા છ મહિનાથી બધા ઉપર પડ્યો ભારે
- ટોપ -10 માં સચિન અને ધોની પણ સામેલ
ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી ખૂબ જ લોકપ્રિય ક્રિકેટર છે ત્યારે ફરી એકવાર અધ્યયનથી સાબિત થયું છે કે, 31 વર્ષના વિરાટ કોહલી દુનિયાના સૌથી લોકપ્રિય ખેલાડી છે. સાથે જ અધ્યયનમાં ‘ટીમ વિરાટ’ પણ સૌથી લોકપ્રિય ટીમના રૂપમાં ઉભરી સામે આવી છે. સર્ચમાં સૌથી આશ્ચર્યજનક બાબત એ હતી કે ઓનલાઇન સર્ચના મામલામાં ભારતીય મહિલા ક્રિકેટર સ્મૃતિ મંધાનાએ ટીમ ઈન્ડિયાના ઘણા મોટા પુરુષ ક્રિકેટરોને પાછળ રાખ્યા હતા. આ અધ્યયનમાં ખુલાસો થયો છે કે વિરાટ કોહલીને જાન્યુઆરીથી જૂન સુધી દર મહિને 16.2 લાખ વખત ઓનલાઇન સર્ચ કરવામાં આવ્યો હતો..
જ્યારે ટીમ વિરાટ કોહલીને મહિનામાં 2.4 લાખ વખત સર્ચ કરવામાં આવ્યો હતો. એકંદરે આ સમયગાળા દરમિયાન વિરાટ કોહલીને ગૂગલ પર 96 લાખ વખત સર્ચ કરવામાં આવ્યો હતો. તો, અન્ય ખેલાડીઓ કે જેમણે ઓનલાઇન સર્ચમાં ટોપ -10 માં સ્થાન મેળવ્યું છે, જેમાં રોહિત શર્મા, એમએસ ધોની, જ્યોર્જ મેકે, જોશ રિચાર્ડ્સ, હાર્દિક પંડ્યા, સચિન તેંડુલકર, ક્રિસ મેથ્યુ અને શ્રેયસ અય્યર છે..
વર્ષ 2020 માં જાન્યુઆરીથી જૂન સુધી દરેક ક્રિકેટરની ક્રમશ 9.7, 9.4, 9.1, 7.1, 6.7, 5.4, 4.1 અને 3.4 લાખ વખત સર્ચ કરવામાં આવ્યા. ત્યારબાદ ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, વેસ્ટ ઇન્ડીઝ, પાકિસ્તાન, દક્ષિણ આફ્રિકા, બાંગ્લાદેશ, ન્યુઝીલેન્ડ, શ્રીલંકા, આયર્લેન્ડ, અફઘાનિસ્તાન અને ઝિમ્બાબ્વે ટીમોમાં ટીમ વિરાટ પ્રથમ ક્રમે છે. દરેક ટીમને અનુક્રમે .66, .33, .29, .23, .16, .12, .12, .09, .05, .04 અને .03 લાખ વખત સર્ચ કરવામાં આવ્યા..
_Devanshi