Site icon hindi.revoi.in

વિરાટ કોહલી અને અનુષ્કાની દિકરી વામિકા 6 મહિનાની થઈઃ અનુષ્કાએ સેલિબ્રેટ કરતા ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યા

Social Share

 

મુબઈઃ બોલિવૂડ અને ક્રિક્ટ જગતમાંથી પોતાના પ્રેમને લગ્નના બંધનમાં બાંધીને એક ફેમસ કપલ તરીકે જાણીતા બનેલા વિરુષ્કા સોશિયલ મીડિયા પર ખૂબજ એક્ટિવ રહે છે, વિરાટ અને અનુષ્કાની લવ સ્ટોરીથી સૌ કોઈ વાકેફ છીએ, આ કપલ બોલિવૂડ અને સ્પોર્ટ જગતનું ખૂબજ જાણીતું કપલ છે,આ કપલે લગ્ન કર્યા બાદ પુત્રી વામિકાનો જન્મ 11 ફેબ્રુઆરીએ થયો હતો. જેણે આ કપલને પૂર્ણ કર્યા,તેમના જીવનમાં નવી ખુશીઓ વામિકાએ ભરી.

વામિકાનો અર્થ દુર્ગાનું એક નામ વામિકા છે. અનુષ્કા અને વિરાટે હજી સુધી તેમની પુત્રીનો ચહેરો જાહેરમાં બતાવ્યો નથી. વિરાટે કહ્યું કે અનુષ્કા અને તેણે નક્કી કર્યું છે કે જ્યાં સુધી તેમની પુત્રી સમજતી નહીં થાય ત્યાં સુધી તે તેને સોશિયલ મીડિયાથી દૂર રાખશે. જો કે વિતેલા દિવસે વામિકા 6 મહિનાની થઈ હતી, જેનો હાફ બર્થડે આ કપલે સેલિબ્રેટ કર્યો હતો, જેના કેટલાક ફોટો અનુષ્કાએ સોશિયલ મીડિયા પર શરે કર્યા છે, જો કે વામિકાનો ચહેરો પુરેપુરો જોવા મળ્યો નથી.

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીની દિકરી વામિકા વિતેલા દિવસને રવિવારે 6 મહિનાની થઈ  છે ત્યારે આ દંપતીએ  દિકરીના 6 મહિના પુરા થતા સેલિબ્રેટ કર્યું હતું. પુત્રીના 6 મહિના પૂરા થવા પર અનુષ્કા શર્માએ તેના ઘણા ફોટો શેર કર્યા છે અને તેની લાડકી દિરકરીને બતાવી છે.

અનુષ્કા અને વિરાટ પિકનિક માટે પાર્કમાં પહોંચ્યા હતા. જેમાં એક ફોટોમાં અભિનેત્રી પિકનિક પર સાદડી પર લેટેલી જોવા મળે છે અને વામિકાને ખોળામાં રમાડી રહી છે. તેણે પિંક ટી-શર્ટ અને જીન્સ પહેરી છે અને પોતાની પુત્રીને આકાશ તરફ કંઇક બતાવી રહી છે.

બીજા એક ફોટમાં વિરાટે તેની દિકરી વામિકાને હાથમાં કડકી છે, તેના માટેનો પ્રેમ વ્યક્ત કરતો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન, તેની પુત્રી ગુલાબી અને પીચ કલરના ફ્રોકમાં જોવા મળે છે. એક ફોટોમાં ફૂલોથી સજ્જ કેક બતાવવામાં આવ્યું છે.

Exit mobile version