Site icon hindi.revoi.in

VIRAL VIDEO: જુઓ એક સાથે વાઘના સંપૂર્ણ પરિવારનો અદ્દભુત વીડિયો

Social Share

એક સાથે વાઘના સંપૂર્ણ પરિવારને કોઇ તળાવ કે નદીના કાંઠે પાણી પીતો જોવો એ દુર્લભ નજારો જ કહેવાય. જો કે ક્યારેય સદનસીબે આ પ્રકારના દ્રશ્યો કેમેરામાં કેદ થઇને યાદગાર બની જતા હોય છે. આવો જ એક વાઘના સંપૂર્ણ પરિવારનો અદ્દભુત વીડિયો સામે આવ્યો છે જે આપને પણ જોવો ચોક્કસ ગમશે.

હાલમાં જ વાઇલ્ડ ઇન્ડિયા નામના એક ટ્વીટર હેન્ડલથી વાઘણ અને તેના ચાર બચ્ચાઓના પરિવારનો એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. જીવસૃષ્ટિના ચાહક કિર્તી રંજન નાયક દ્વારા તડોબા-અંધારી અભ્યારણમાં આ વીડિયો શૂટ કરવામાં આવ્યો છે.

આ વીડિયોમાં વાઘણ અને તેના સંતાનોને એકબીજા સાથે રમતા જોઇ શકાય છે. તેમની માતા પાણી પીતા પીતા તેમના સંતાનોનું રક્ષણ કરવા માટે ચારેય તરફ નજર રાખી રહી છે. આ સંપૂર્ણ પરિવારનો આ નજારો ખૂબ જ મોહક છે.

(સંકેત)

 

 

 

Exit mobile version