Site icon hindi.revoi.in

આજે ‘ભૂદાન’ આંદોલનના સુત્રધાર સંત વિનોબા ભાવેની 125 મી જન્મજયંતિ

Social Share

11 સપ્ટેમ્બર એટલે વિનોબા ભાવેની જન્મ જ્યંતિ. ‘ભૂદાન’ આંદોલનના સુત્રધાર, સ્વતંત્ર સેનાની અને સમાજસેવક આચાર્ય વિનોબા ભાવેની આજે 125 મી જન્મજયંતિ છે. 1983 માં તેમને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

વિનોબા ભાવેનો જન્મ 11 સપ્ટેમ્બર 1895 ના રોજ મહારાષ્ટ્રના કોલાબા જિલ્લામાં થયો હતો. તેમના બાળપણનું નામ વિનાયક નરહરિ ભાવે હતું, જે આગળ જઈને વિનોબા ભાવે થઇ ગયું. અહિંસા અને માનવાધિકારની હિમાયત કરનાર વિનોબા ભાવેને ‘આચાર્ય’ની પદવી પણ મળી હતી. ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામમાં તેઓ મહાત્મા ગાંધીની સાથે હતા.

વિનોબાને તેમના ભૂદાન આંદોલન માટે જાણવામાં આવે છે. વિનોબાએ આ આંદોલન 18 એપ્રિલ 1951 ના રોજ તેલંગણાના નાલગોંડા જિલ્લામાંથી શરૂ કર્યું હતું. તેઓ જમીનના માલિકો પાસેથી દાન તરીકે જમીન લેતા હતા અને તે ગરીબ લોકોને ખેતી માટે આપતા હતા.

વિનોબા આધ્યાત્મિક વિચાર ઘરાવતા વ્યક્તિ હતા. તેમણે અંતિમ દિવસો મહારાષ્ટ્રના વર્ધા જિલ્લાના પૌનારના એક આશ્રમમાં વિતાવ્યા હતા. 15 નવેમ્બર 1982 ના રોજ તેમનું નિધન થયું હતું. તેમને મરણોત્તર ભારત રત્નથી નવાજવામાં આવ્યા હતા. વિનોબા 1958 માં આંતરરાષ્ટ્રીય મેગ્સેસે એવોર્ડ મેળવનાર પ્રથમ વ્યક્તિ હતા.

દેવાંશી-

Exit mobile version