Site icon hindi.revoi.in

80 હજાર કરોડના ખર્ચે ગામડાઓને રસ્તાઓથી જોડવામાં આવશેઃ મોદી સરકારની લીલીઝંડી

Social Share

ગામડાઓના રસ્તા માટે 80 હજાર કરોડનું ફંડ

2019 પુરુ થતા 97ટકા ગામડાઓના રસ્તા પાકા બનશે

અનેક ગામોને રસ્તાઓ સાથે જોડવામાં આવશે

1.25 લાખ કીલો મીટર લાંબા રસ્તા બનશે

દેશભરમાં ગામડાઓના વિસ્તારોને પાકા રસ્તાઓ બનાવીને એક ગામથી બીજા ગામને જોડવા પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત તેના ત્રીજા ચરણને મંજુરી આપવામાં આવી છે, જેમાં 80 હજાર કરોડ રુપિયા ખર્ચ કરીને દેશના અનેક ગામડાઓમાં પાકા રસ્તા બનાવવામાં આવશે આ વાતની અનુમતી વડાપ્રધાન મોદીએ આપી દીધી છે જેમાં 1.25 લાખ કિલો મીટર લાંબા રસ્તાઓ બનાવવાનો પ્રસ્તાવ છે
કેબિનેટ મંત્રી દ્રારા કરવામાં આવેલા ચુચનોમાં કહેવામાં આવ્યુ છે કે “ આ યોજનાથી ગામ-ગામને ,ગામડાના ખેતી બજારો ,ઉચ્ચ પ્રાથમિક શાળાઓ, હોસ્પિટલ વગેરેને જોડવાના પ્રયાસ કરવામાં આવશે”
આ યોજનામાં શરૂઆતમાં 80,250 કરોડ રુપિયાનો ખર્ચ લાગશે જેમાં 53,800 કરોડ રુપિયા કેન્દ્ર સરકાર અને 26,450 કરોડ રુપિયા રાજ્ય સરકાર ખર્ચ કરશે. આ ઉપરાંત સુચનામાં કહેવામાં આવ્યું હતુ કે ,”આ ફંડ કેન્દ્ર અને રાજ્યની વચમાં 60:40ના ગણોત્તરમા ખર્ચ કરવામાં આવશે ” જો કે પૂર્વોત્તર રાજ્ય અને 3 હિમાલયના રાજ્યો જેમાં જમ્મુ કાશ્મીર,હિમાચલ પ્રદેશ ને ઉત્તરાખંડનો સમાવેશ થાય છે આ રાજ્યોમા 90:10નો ગુણોત્તર હશે.
PMGSY મુજબ આગળના પાંચ વર્ષમાં રસ્તાઓની બાબતમાં દેશની કાયા પલટ થઈ જશે આ રસ્તા બનાવવાની બાબતમાં આ વખતે સ્કૂલસ્,હોસ્પિટલસ્ અને બજારને ખાસ ધ્યાનમાં રાખવામાં આવ્યા છે આ ઉપરાંત મેદાન વાળા વિસ્તારમાં 150 મીટર ઉંચો અને પહાડી વિસ્તારમાં 200 મીટર ઊંચા પુલનું નિર્માણ કરવામાં આવશે જ્યારે પહેલા મેદાન વાળા વિસ્તારમાં 75 મીટર અને પહાડી વિસ્તારમાં 100 મીટર ઊંચા પુલનું નિર્માણ કરવામાં આવતું હતુ. કોઈપણ રાજ્યમાં યોજના લાગુ કરતા પહેલા ત્યાની સરકારને કેન્દ્ર સરકાર પાસેથી એમઓયૂ કરાવું પડશે જેના મારફત નક્કી કરવાનું રહ્શે કે પાંચ વર્ષ સુધી આ યોજનાના રિનોવેશન માટેનો ખર્ચ મેળવી શકાય
આ યોજના અટલ બિહારી બાજપાયના નેતૃત્વમાં એનડીએ સરકારના કાર્યલયમા 25 ડીસેમ્બર ,2000માં શરૂ કરવામાં આવી હતી આ યોજનાનો મુખ્ય હેતુ દેશભરના જે ગામોમાં રસ્તા નથી ત્યા રસ્તાઓ બનાવીને અનેક ગામોને જે તે કાર્ય સ્થળ સુધી પહોચાડવાનો હતો,જ્યારે 2014માં મોદી સરકારની સત્તા આવતાની સાથે જ દેશભરમાં કુલ 56 ટકા ગામના રસ્તાઓ પાકા હતા જ્યારે કેન્દ્રીય મંત્રી પિયૂષ ગોયલનો દાવો છે કે મોદીજીના સાશનકાળ દરમિયાન પ્રધાન મંત્રી ગ્રામ સડક યોજનાનું કાર્ય ત્રણગણું થઈ જશે, ગ્રામીણ વિકાસ મંત્રાલયનો દાવો છે કે 2019 સુધી 95-97 ટકા ગામો રસ્તાઓ સાથે સંકળાય જશે.

Exit mobile version