Site icon hindi.revoi.in

“મહારાજા હરિસિંહના કારણે ભારતનો ભાગ છે જમ્મુ-કાશ્મીર, મળે ભારતરત્ન”

Social Share

નવી દિલ્હી: કોંગ્રેસના નેતા વિક્રમાદિત્યસિંહે સોમવારે માગણી કરી છે કે તેમના દિવંગત દાદા મહારાજા હરિસિંહને દેશનું સર્વોચ્ચ નાગરીક સમ્માન ભારતરત્ન એનાયત કરીને સમ્માનિત કરવામાં આવે. તેમણે એવી પણ માગણી કરી છે કે 23 સપ્ટેમ્બરે જમ્મુ-કાશ્મીરના આખરી ડોગરા શાસકની જયંતી પર જાહેર રજા ઘોષિત કરવામાં આવે. તેમણે કહ્યુ છે કે જો આજે જમ્મુ-કાશ્મીર ભારતનો હિસ્સો છે, તો તે તેમના કારણે છે.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા ડૉ. કર્ણ સિંહના પુત્ર વિક્રમાદિત્ય સિંહે કહ્યુ છે કે તેમણે જમ્મુ-કાશ્મીરને ભારતની સાથે સ્વીકાર કર્યું. તેમણે વિલયપત્ર પર હસ્તાક્ષર કર્યા. તે એક મહાન રાજાને સમ્માન આપવા જેવું હશે.

ગત સપ્તાહે કરણ સિંહે પણ જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકને પોતાના પિતા મહારાજા હરિસિંહની જયંતી પ્રસંગે જાહેર રજા ઘોષિત કરવા આગ્રહ કર્યો હતો.

ડૉ. કર્ણ સિંહે એક નિવેદનમાં કહ્યુ હતુ કે હરિસિંહની જયંતીને જાહેર રજા ઘોષિત કરવાની માગણી વર્ષોથી થઈ હી છે. ત્યાં સુધી કે કેટલાક વર્ષો પહેલા તેમના બંને પુત્રોએ વિધાનપરિષદમાં આના સંદર્ભેનો પ્રસ્તાવ પણ પારીત કરાવ્યો હતો. પરંતુ હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. તેમનો જન્મ દિવસ સોમવારે, 23 સપ્ટેમ્બરે છે. આપણે યાદ કરવું જોઈએ કે મહારાજા હરિસિંહના કારણે જ જમ્મુ-કાશ્મીર ભારતનો ભાગ બન્યું. તેમણે જ 26 ઓક્ટોબર-197ના રોજ વિલય પત્ર પર હસ્તાક્ષર કર્યા હતા. તેના સિવાય તેઓ પ્રગતિશીલ અને દૂરદ્રષ્ટિ ધરાવનારા શાસક હતા. તેમણે જનતાની ભલાઈ માટે ઘણાં સામાજીક અને આર્થિક સુધારા કર્યા હતા.

Exit mobile version